શહેરના આજીડેમ ચોકડી વિસ્તરમાંથી પીસીબીની ટીમે દારૂ ભરેલી રિક્ષા સાથે ભવાની ચોકમાં રહેતા શખસને ઝડપી લીધો હતો.પોલીસે દારૂનો જથ્થો અને રિક્ષા સહિત કુલ રૂ.૧.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખસની પુછતાછ કરતા દુધસાગર રોડ પર રહેતા શખસનું નામ ખુલ્યું હતું.જેથી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરી હેઠળ હેડ કોન્સ. કીરતસિંહ, કોન્સ. વાલજીભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે ભાવનગર રોડથી આજીડેમ ચોકડી તરફ આવતા રોડ પર એક શંકાસ્પદ રીક્ષા અટકાવી હતી. પોલીસે આ રીક્ષા નં. જીજે ૩ બીએકસ ૮૨૧૬ માં તપાસ કરતા તેમાંથી રૂપિયા 1.05 લાખની કિંમતનો 78 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે સતારશા કાદરસા સર્વદી(ઉ.વ 28 રહે. ભવાની ચોક, ન્યુ સાગરનગર સોસાયટી શેરી નંબર 5, નંદા હોલ પાસે) ને ઝડપી લીધો હતો. તેની પૂછતાછ કરતા દારૂ શાહરૂખ નુરાભાઈ સર્વદી (રહે. દૂધસાગર રોડ પંચાયત હોલની સામે હૈદરી ચોક મેઇન રોડ, રાજકોટ) એ આપ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે દારૂનો આ જથ્થો, રીક્ષા સહિત કુલ રૂપિયા 1,85,600 નો મુદ્દામાલ કબજે કરી અન્ય આરોપી શાહરૂખ સર્વદીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂના અન્ય દરોડામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એ.એસ.ગરચરની રાહબરી હેઠળ એએસઆઈ સમીરભાઈ શેખ, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, જીલુભાઇ ગરચર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના મોટી ટાંકી ચોક પાસે બસ સ્ટેન્ડ પાસેના રોડ પર બે શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતા. તેમની પુછતાછ કરતા તેના નામ રોડસિંગ કેસરસિંહ સોલંકી (ઉ.વ 47 રહે. સેમ, ખામનોર,રાજસ્થાન) અને ભગવાનદાસ કિશનદાસ રંગસ્વામી (ઉ.વ 36 રહે. જારસદરી, નાથદ્વારા, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી અલગ અલગ બ્રાન્ડનો રૂ. 44,800 નો દારૂનો જથ્થો કબજે કરી બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech