વેરાવળથી ગુરૂવારે રાત્રે ખારવા સમાજના ભાવિકોને બગદાણા યાત્રાએ લઈ જઈ રહેલી ખાનગી બસ પ્રભાસપાટણ નજીક આજોઠા ગામ પાસે પલટી મારી જતાં એક યાત્રીકનું મૃત્યુ અને ૨૦થી વધુ યાત્રીઓને નાની મોટી ઈજા થતાં વેરાવળની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આ અંગેની વિગત મુજબ સોમનાથ–ઉના હાઈવે ઉપર પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનની હદમાં આજોઠા ગામ પાસે મામાદેવ મંદિરની સામે રોડ ઉપર ખાનગી ટ્રાવેલ્સની બસ નં.જીજે૦૩એએકસ ૦૧૧૯ પલટી ખાતા યોગેશભાઈ પ્રભુદાસ ચોરવાડીનું મૃત્યુ થયું હતું. તેમજ ૨૦ થી ૨૨ લોકો ઈજાગ્રસ્ત થતાં દવાખાને સારવારમાં ખસેડાયા હતા.
વેરાવળ ખારવાવાડથી ૫૮ મુસાફરો સાથે ઉપડેલી આ બસ બગદાણા યાત્રીકોને લઈ જઈ રહી હતી. તા.૧૩ના રોજ રાત્રીના ૧૧ વાગ્યે ઉપડેલી આ બસ આજોઠા પાસે પહોંચી હતી. જે અંગે વેરાવળ ખારવાવાડમાં રહેતા દિનેશ ચુનીભાઈ ડાલકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ એકદમ રોડ પરથી નીચે ઉતરી જઈ પલટી મારી ગઈ હતી અને ડ્રાઈવરની ગફલતભરી રીતે બેફીકરાઈ બસ ચલાવવાને કારણે બસ પલટી મારી જતા બસમાં બેસેલ તમામ યાત્રીકોને નાની મોટી ઈજા થવા પામેલ અને ફરિયાદીના ફઈના દીકરા યોગેશ પ્રભુદાસ ચોરવાડીનું બસ નીચે દબાઈ જવાથી મોત નીપજેલ હતું. પ્રભાસપાટણ પોલીસે સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી આ અંગેની તપાસ પીઆઈ એમ.વી.પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.એચ.ભુવાએ આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech