અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રોકેટ ગતિએ આવતી એક્સયુવી કાર આગળ જઈ રહી એએમટીએસ બસની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આથી કાર પડીકુ વળી ગઈ હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું છે જ્યારે એકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે.
ચાંદખેડા ગામના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે આજે સવારે એક્સયુવી કાર ફૂલ ઝડપે આવી રહી હતી. ત્યાં બસ સ્ટેન્ડ પાસે એએમટીએસની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ઘૂસી જતા બસમાં ચડી રહેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
કારચાલક ઈજાગ્રસ્ત, બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત
અકસ્માતમાં કારચાલકને ઈજા જ્યારે બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ નાની-મોટી ઈજા થઈ હતી જેમાં એક બાળકીને ઈજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ટક્કર મારતા બસ 10 ફૂટ આગળ ધકેલાઈ
કારની સ્પીડ એટલી વધારે હતી કે એએમટીએસ બસને પાછળથી ટક્કર મારતા બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ ગઈ હતી. કારમાં ફસાઈ ગયેલા બે વ્યક્તિઓ પૈકી જીવિત વ્યક્તિને બહાર કાઢવા માટે કટર અને ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જ્યારે હાલ આ લોકો ક્યાંથી આવતા હતા અને કોણ હતા તેની તપાસ ચાલી રહી છે.
કાર એટલી સ્પીડમાં હતી કે...
અહીંયા હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે કાર એટલી સ્પીડમાં હતી કે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ અને તેમાં બેઠેલા અને બસમાં ચડતા લોકો પણ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. કારમાં બેસેલા લોકો પહેલી દ્રષ્ટિએ મૃત્યુ પામ્યા હોય તેવું લાગતું હતું. પરંતુ 108 આવ્યા બાદ એક વ્યક્તિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના દાગીનાનું વેચાણ ધીમું પડ્યું, લોકો દ્વારા સ્ટડેડ દાગીનાની પસંદગી
June 17, 2025 01:03 PMદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech