જેતપુરના પીઠડીયા ગામ પાસેથી એલસીબીની ટીમે નંબર પ્લેટ વગરની ઇકો કારમાંથી 240 બોટલ દારૂના જથ્થા સાથે ગોંડલના પાટીદાડના શખસને ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત રૂ. 4.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂ પ્રકરણમાં ગોંડલના ચોરડી ગામના શખસનું નામ ખુલ્યું હતું.
રાજકોટ જિલ્લા પોલીસવાળા જયપાલસિંહ રાઠોડની સૂચનાના પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાના માર્ગદર્શનમાં એલસીબીની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા અને હરેશભાઈ પરમારને મળેલી બાતમીના આધારે પીઠડીયા ગામ રોડ પરથી નંબર પ્લેટ વગરની ઇકો કારને અટકાવી હતી. પોલીસે આ કારની તલાસી લેતા તેમાંથી રૂપિયા 96000 ની કિંમત નો 240 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દારૂના અ જથ્થા સાથે ગોંડલમાં પાટીદડ ગામે રહેતા અજય જયંતીભાઈ મકવાણાને ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો ઇકો કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 4.11 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી અજય ગોંડલથી દારૂ ભરેલી આ ઇકો લઈ જતો હતો તેને આ વાહન ગોંડલના ચોરડી ગામે રહેતા સોહીલ સલીમભાઈ સંધિએ આપ્યું હતું અને કહ્યું હતું કે, જેતપુર આસપાસ પહોંચ્યા બાદ કોલ કરજે બાદમાં દારૂ કોને સપ્લાય કરવાનો હતો તે અંગે તે જણાવવાનું હોય પોલીસે બંને સામે ગુનો નોંધી સોહિલને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પકડાયેલા શખસ અજય સામે દારૂ અંગેના છ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જ્યારે સોહીલ સામે પણ દારૂના ગુનાઓ નોંધાય ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech