BREAKING NEWS

સલમાનની ‘પ્રેમ કી શાદી’માટે થોડી વધુ રાહ જોવી પડશે

  • November 25, 2026 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






સૂરજ બડજાત્યાએ વર્ષ 2022માં સલમાન ખાન સાથેની ફિલ્મ ‘પ્રેમ કી શાદી’ની જાહેરાત કરી હતી. જોકે, ત્યારબાદ ફિલ્મને લઈને કોઈ નવી માહિતી સામે આવી નહોતી. હવે સૂરજે આ અંગે પ્રતિક્રિયા આપી છે.ફિલ્મ નિર્માતા સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ પ્રદર્શન માટે તૈયાર છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ જોવા મળશે. ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. બીજી તરફ, ચાહકો સૂરજ બડજાત્યા અને સલમાન ખાનની ફિલ્મ ‘પ્રેમ કી શાદી’ અંગે પણ નવી માહિતી જાણવા માગે છે.


હવે સૂરજે આ અંગે પ્રતિક્રિયા આપી છે. સૂરજે સલમાન ખાન સાથેની ફિલ્મ અંગે કહ્યું હતું કે, ‘હજુ થોડો સમય લાગશે. કારણ કે મારે કેટલીક બાબતોને વધુ સારી રીતે તૈયાર કરવાની છે.
જણાવી દઈએ કે વર્ષ 2022માં સલમાન ખાને સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘ઊંચાઈ’ના પ્રદર્શન સમારોહમાં હાજરી આપી હતી. ત્યારે સૂરજે સલમાન સાથેની ફિલ્મની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘પ્રેમ પાછો આવશે.’ તેમણે એ પણ જણાવ્યું હતું કે ફિલ્મનું નામ નોંધાવી દેવામાં આવ્યું છે. ત્યારબાદ સલમાને કહ્યું હતું કે પ્રેમ પાછો આવશે અને સૂરજ પ્રેમનાં લગ્ન કરાવશે.



જણાવી દઈએ કે સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ સાથે મળીને અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મોને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. બંનેએ સાથે મળીને ‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈં કૌન’, ‘હમ સાથ સાથ હૈં’ અને ‘પ્રેમ રતન ધન પાયો’ જેવી ફિલ્મો કરી છે. આ તમામ ફિલ્મોમાં સલમાને પ્રેમનું પાત્ર ભજવ્યું હતું.


ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’ની વાત કરીએ તો આ ફિલ્મ 27 નવેમ્બર, 2026ના રોજ પ્રદર્શિત થશે. આ ફિલ્મનું નિર્માણ રાજશ્રી પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સે કર્યું છે.
ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને શર્વરી વાઘ ઉપરાંત અનુપમ ખેર, સુપ્રિયા પાઠક, સીમા પહવા, સૌમ્યા ટંડન, સ્વાનંદ કિર્કિરે, શ્રુતિ સેઠ અને શાદ રંધાવા જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મનું સંગીત હિમેશ રેશમિયાએ આપ્યું છે.
ફિલ્મનું ટ્રેલર પ્રદર્શિત થઈ ગયું છે અને તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે આયુષ્માન ખુરાના ઘરજમાઈ બને છે. તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે શર્વરી વાઘના ઘરે રહેવા આવે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application