રાજકોટ મનપાની સામાન્ય સભા છે. જોકે વિપક્ષ દ્વારા ફાયરના મિનિ સિલિન્ડર સાથે બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. ફાયરનું મિનિ સિલિન્ડર સામાન્ય સભામાં લઈ જતા વિજિલન્સના સ્ટાફે વિપક્ષને અટકાવ્યું હતું. તેમજ ફાયરનું મિનિ સિલિન્ડર વિજિલન્સે લઈ લીધું હતું. આથી વિપક્ષ અને વિજિલન્સ સ્ટેફ વચ્ચે તુંતું મેંમેં થઈ ગઈ હતી.
એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં લાગેલી આગને લઇ વિપક્ષે વિરોધ કર્યો
મહાનગરપાલિકા ખાતે વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા તેમજ સાથી કોર્પોરેટર કોમલ ભારાઈ દ્વારા પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. બન્ને ફાયરનુ સિલિન્ડર લઈ મનપા કચેરીએ પહોંચ્યા હતા. આ વિરોધ તાજેતરમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી તેને લઈને કર્યો હતો. આગના પાંચ દિવસ બાદ પણ રાજકોટ શહેર પોલીસ ફરિયાદ નોંધી શકી નથી તેવો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં આગ લાગવાના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. તેમજ છેલ્લા 9 મહિનાથી મનપાના ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech