વીમા કંપનીએ મર્સિડિઝ કારને અકસ્માતમાં થયેલ નુકસાન અંગેનો ક્લેઇમ મિસ રિપ્રેઝન્ટેશનનું બહાનું કાઢી નકારી દીધેલા ક્લેઇમ અંગેની ફરિયાદમાં ગ્રાહક કોર્ટે રૂપિયા ૧૭.૫૦ લાખ વળતર છ ટકા વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત દંડનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, ગત.તા.૨૦- ૦૬- ૨૦૨૩ના રોજ ઘેલા સોમનાથથી જસદણ પરત ફરી રહેલા અશોકભાઈ રાઠોડની મર્સિડિઝ કારને કાળાસર ગામ પાસે જંગલી રોઝડું આડું આવતા અશોકભાઈ રાઠોડે કાર પરનો કાબુ ગુમાવતા પુલની દિવાલ સાથે મર્સિડિઝ કાર અથડાયેલ અને ગાડી ટોટલ લોસ થઈ જતા તેમની મર્સિડિઝ કારની વીમા કંપની બજાજ આલીયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડ સમક્ષ કલેઈમ ૨જિસ્ટર કરાવ્યો હતો, તેમાં વી મા કંપની દ્વારા સદરહુ કલેઈમ મિસ રિપ્રેઝેન્ટેશન હોવાનું કારણ આપીને નામંજુર કરવામાં આવ્યો હતો. જેથી હસમુખભાઈ ભુરાભાઈ સાયજાએ તેમના એડવોકેટ મારફત રાજકોટ ગ્રાહક સુરક્ષા આયોગ સમક્ષ જરૂરી પુરાવા સાથે ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસમાં ફરીયાદ પક્ષના એડવોકેટની મુખ્ય દલીલ એવી હતી કે, ઉચ્ચ અદાલતો દ્વારા પ્રસ્થાપિત થયેલ સિધ્ધાંતો મુજબ સર્વેયર કે ઈન્વેસ્ટીગેટરનાં અહેવાલને આખરી અને સંપુર્ણ અહેવાલ તરીકે વાંચી શકાય નહીં, પરંતુ આ અહેવાલ ફકત પક્ષકારો વચ્ચે સમાધાનકારી સ્વરૂપમાં નિકાલ લાવવાને મદદરૂપ બને છે, જે દલીલો સાથે ઉચ્ચ કોર્ટના ચુકાદા ધ્યાને લઇ રાજકોટના ગ્રાહક આયોગના પ્રમુખ જ્જ તથા બોર્ડ મેમ્બર દ્વારા ફરીયાદમાં વજુદ જણાતું હોય ફરિયાદીનો દાવો મંજુર કરી આ કેસના સામાવાળા બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને આ કેસના ફરીયાદીને રૂપિયા ૧૭.૫૦ લાખ ફરીયાદ દાખલ તારીખથી 5% ના વ્યાજ સાથે ચુકવવા હુકમ ફરમાવ્યો હતો. આ કામમાં ફરીયાદી વતી યુવા એડવોકેટ વિ૨મ જે.ધ્રાંગીયા, યશ એમ.ડોડીયા, મયંક એચ.વ્યાસ સહીત રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech