પીએમ મોદીના સોમનાથ કાર્યક્રમ માટે ૧૬૦૦ એસટી બસ ફાળવવા આદેશ
પીએમ મોદીના સોમનાથ કાર્યક્રમ માટે ૧૬૦૦ એસટી બસ ફાળવવા આદેશ
May 07, 2026 03:08 PM
રાજકોટ ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૧૧–મે ના રોજ સોમનાથની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ત્યાં આગળ યોજાનારા તેમના કાર્યક્રમ માટે ૧૧૦૦ એસટી બસ ફાળવવા આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વિશેષમાં ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની રાજકોટ ડિવિઝન કચેરીના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ ગીર સોમનાથ (વેરાવળ)થી ૪૦૦, જૂનાગઢથી ૪૦૦, અમદાવાદથી ૧૬૦, રાજકોટથી ૧૬૦, ભાવનગરથી ૧૬૦, બોટાદથી ૧૦૦, પોરબંદરથી ૧૨૦ અને દ્રારકાથી ૧૦૦ સહિત કુલ ૧૬૦૦ બસ ફાળવવામાં આવશે. પ્રા માહિતી મુજબ સોમનાથ ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં એકાદ લાખની મેદની એકત્રિત થશે તેવો પ્રાથમિક અંદાજ છે. તા.૧૧ના સવારે ૯:૩૦ કલાકે પ્રધાનમંત્રીનું સોમનાથમાં આગમન થશે અને બપોરે ૩:૩૦ કલાકે સોમનાથ ખાતેથી રવાના થશે તેમ જાણવા મળે છે