જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મુસદ્દા મતદાર યાદી અન્વયે તથા જઈંછ આગામી કામગીરી બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જિલ્લામાં હાથ ધરવામાં આવેલી કામગીરી અને આગામી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી કલેકટરશ્રી દ્વારા રજૂ કરવામાં આવી હતી.
મુસદ્દા મતદારયાદીની આંકડાકીય સ્થિતિ
કેતન ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ૨૭/૧૦/૨૦૨૫ની સ્થિતિએ જિલ્લામાં કુલ ૧૨,૪૧,૦૯૭ મતદારો નોંધાયેલા હતા. જે પૈકી આજરોજ તારીખ ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલમાં કુલ ૧૦,૬૩,૬૨૦ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વહીવટી પ્રક્રિયા દરમિયાન ચકાસણી કરતા કુલ ૧,૭૭,૪૭૭ મતદારોને ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે અવસાન પામેલા ૪૩,૧૧૨, સ્થળાંતરિત ૮૯,૦૨૯, ગેરહાજર/મળી ન આવતા ૩૫,૪૫૦, ડુપ્લીકેટ નોંધણી ધરાવતા ૬૪૩૭ તથા અન્ય ૩,૪૪૯ મતદારોનો સમાવેશ થાય છે.
જિલ્લામાંનો મેપીંગ મતદારો
વિધાનસભાનું નામ ડ્રાફટ રોલમાં નોંધાયેલા મતદારનો મેપીંગ
૭૬ કાલાવડ ૨૦૯૫૦૧ ૧૦૯૬૪
૭૭ જામનગર રૂરલ ૨૩૧૯૪૬ ૧૯૪૦૯
૭૮ જામનગર નોર્થ ૨૨૫૮૯૮ ૪૪૭૮૧
૭૯ જામનગર સાઉથ ૧૮૬૦૩૯ ૩૧૧૮૫
૮૦ જામજોધપુર ૨૧૦૨૩૬ ૨૨૭૮૯
કુલ ૧૦૬૩૬૨૦ ૧૨૯૧૨૮
નવા મતદારોએ ફોર્મ નં. ૬ ભરવું
કલેક્ટરએ જણાવ્યું હતું કે, જે યુવા મતદારોની ઉંમર ૧૮ વર્ષ પૂર્ણ થઈ હોય તેઓ ફોર્મ નં. ૦૬ ભરીને નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે. તેમજ નામ કે વિગતોમાં સુધારા માટે ફોર્મ નં. ૦૮ ભરી શકાશે. આ કામગીરીમાં સહકાર આપવા માટે તેમણે તમામ રાજકીય પક્ષો અને નાગરિકોને અનુરોધ કર્યો છે. વધુમાં, ગઘ-ખફાાશક્ષલ થયેલા ૧,૨૯,૧૨૮ મતદારો અને લોજિકલ ડિસ્ક્રીપન્સીસ ધરાવતા મતદારોને નોટિસ પાઠવી, પુરાવાઓની ચકાસણી બાદ ઊછઘ અને અઊછઘ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
તા. ૧૯ ડિસે.થી ૧૦ ફેબ્રુઆરી સુધી હક્ક દાવાનો નિકાલ કરાશે
જામનગરમાં મતદાર યાદી ક્ષતિરહિત બનાવવા ચૂંટણી પંચ દ્વારા સમયપત્રક બહાર પડાયું છે, જેમાં તા. ૧૯/૧ર થી તા. ૧૦/ર સુધી તમામ હક્કદાવાનો નિકાલ કરવામાં આવશે અને તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિઘ્ધ કરવામાં આવશે.
જામનગર જિલ્લાની ડ્રાફટ મતદાર યાદીમાં નોંધાયેલા મતદારો
વિધાનસભા ક્ષેત્રનું નામ કુલ મતદાર ડ્રાફટ યાદીમાં નોંધાયેલ મતદાર યાદીમાં ન નોંધાયેલા મતદારો
૭૬ કાલાવડ ૨૩૩૭૭૬ ૨૦૯૫૦૧ ૨૪૨૭૫
૭૭-જામનગર રૂરલ ૨૬૨૫૦૨ ૨૩૧૯૪૬ ૩૦૫૫૬
૭૮-જામનગર નોર્થ ૨૭૯૫૨૦ ૨૨૫૮૯૮ ૫૩૬૨૨
૭૯-જામનગર સાઉથ ૨૩૩૫૨૩ ૧૮૬૦૩૯ ૪૭૪૮૪
૮૦-જામજોધપુર ૨૩૧૭૭૬ ૨૧૦૨૩૬ ૨૧૫૪૦
કુલ મતદાર ૧૨૪૧૦૯૭ ૧૦૬૩૬૨૦ ૧૭૭૪૭૭
મતદાર યાદીમાં ન નોંધાયેલા મતદારો ૧૭૭૪૭૭
વિધાનસભાનું નામ કુલ મતદાર યાદીમાં સમાવેશ મતદાર યાદીમાં ન હોય તેવા મતદાર
૭૬ કાલાવડ ર૩૩૭૭૬ ૨૦૯૫૦૧ ૨૪૨૭૫
૭૭ જામનગર રૂરલ ૨૬૨૫૦૨ ૨૩૧૯૪૬ ૩૦૫૯૬
૭૮ જામનગર નોર્થ ૨૭૯૫૨૦ ૨૨૫૮૯૮ ૫૩૬૨૨
૭૯ જામનગર સાઉથ ૨૩૩૫૨૩ ૧૮૬૦૩૯ ૪૭૪૮૪
૮૦ જામજોધપુર ૨૩૧૭૭૬ ૨૧૦૨૩૬ ૨૧૫૪૦
કુલ ૧૨૪૧૦૯૭ ૧૦૬૩૬૨૦ ૧૭૭૪૭૭
તા. ૧૮ જાન્યુ. સુધી મતદારો યાદીમાં સુધારા-વધારા કરી શકશે
જામનગરમાં પ્રથમ મતદાર યાદી બહાર પડી છે ત્યારે જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ તા. ૧૮ જાન્યુઆરી સુધી જે કોઇને કોઇના નામ કે અન્ય સરનામામાં ભૂલ હોય તેઓ પોતાના વાંધા-નોટીસ રજૂ કરી શકશે અને જેઓને ૧૮ વર્ષ પૂરા થઇ ગયા હોય તેઓએ ફોર્મ નં. ૬ ભરીને નવા મતદાર થઇ શકશે, ઉપરાંત વિગતમાં સુધારા માટે ફોર્મ નં. ૮ ભરી શકાશે.