BREAKING NEWS

જંગલેશ્વરમાં PGVCLની ટુકડીઓ બુલડોઝર પર ચડી ગઈ, 2 કલાકમાં 200થી વધુ વીજ જોડાણો કટ કર્યા

  • February 23, 2026 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોના ચાલી રહેલા મેગા ડિમોલિશનમાં પીજીવીસીએલની સાત ટુકડીઓ દ્વારા મહાનગરપાલિકા સાથે સંકલનમાં રહીને જોડાણો કટ કરવાની અને સર્વિસો ઉતારવાની કામગીરી ચાલી રહી છે, તેમાં આ લખાય છે ત્યારે દસ વાગ્યા સુધી ૨૦૦થી વધુ જોડાણો કાપવામાં આવ્યા હતા અને ૬૦૦ જેટલી સર્વિસ ઉતારી લેવા સાથે કામગીરી આગળ ધપી રહી હોવાનું જણાવાયું છે.


પીજીવીસીએલ સિટી સર્કલના સૂત્રોના જણાવ્યા મુજબ, જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનના અનુસંધાને કોઠારીયા રોડ સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં સવારથી જ વીજ પુરવઠો બંધ રાખીને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સંકલનમાં રહીને પીજીવીસીએલની સાત ટુકડીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મહાપાલિકાના સત્તાવાળાઓ ડિમોલિશન થનારા દબાણો સુચવતા જાય તે મુજબ તેના સર્વિસ વાયર ઉતારવા ઉપરાંત વીજ મીટર ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં લખાઈ છે અત્યારે દસ વાગ્યા સુધીમાં ૨૦૦ જેટલા સ્થળોએ ૨૦ મીટર ઉતારી લેવામાં આવ્યા હતા, ૬૦૦ જેટલા સ્થળોથી સર્વિસ દૂર કરવામાં આવવા સાથે કામગીરી ચાલુ રહી હતી.

જંગલેશ્વર વિસ્તારમાં પીજીવીસીએલની સાત જેટલી ટુકડી દ્વારા ચાલતી કામગીરીમાં ટુકડા એક એન્જિનિયર, ચાર લાઇન સ્ટાફ અને એક એક સિક્યુરિટી મેનનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News