આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોલકાતાના પ્રતિષ્ઠિત રેડ રોડ પર હજારો લોકો સાથે યોગ કર્યા હતા. સફેદ ટી-શર્ટ અને સફેદ પેન્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતા સાથે યોગ કર્યા હતા. આ કાર્યક્રમ એક બાજુ ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડ અને બીજી બાજુ મેદાનથી ઘેરાયેલા સ્થળે યોજાયો હતો.
૪૦ મિનિટના સત્ર દરમિયાન, પીએમ મોદી લોકોની વચ્ચે ફર્યા, યોગ મુદ્રાઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું અને ખાતરી કરી કે તે યોગ્ય રીતે કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી સહિત ઘણા લોકોએ ભાગ લીધો હતો
અનેક પ્રસંગોએ, તેમણે લોકોને તેમના યોગ આસનો (મુદ્રાઓ) સુધારવામાં પણ મદદ કરી. આ યોગ કસરતો એક મોટા યોગ પ્રદર્શનનો ભાગ હતી જેમાં વૃદ્ધો અને વિદ્યાર્થીઓ સહિત તમામ ઉંમરના લોકો હાજર રહ્યા હતા. રાજ્યપાલ આર.એન. રવિ, પશ્ચિમ બંગાળના નેતાઓ સુવેન્દુ અધિકારી અને દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ અને દીપક બર્મન સહિત અનેક મંત્રીઓએ પણ યોગની આ ઉજવણીમાં ભાગ લીધો હતો.
૨૦૧૫માં, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) એ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાના ભારતના પ્રસ્તાવને મંજૂરી આપી, ત્યારે પીએમ મોદીએ નવી દિલ્હી, ચંદીગઢ, લખનૌ, મૈસુર, ન્યુ યોર્ક, શ્રીનગર અને વિશાખાપટ્ટનમ સહિત વિવિધ સ્થળોએ ઉજવણીનું નેતૃત્વ કર્યું.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં જીવનના અસંતુલનથી ઝઝૂમી રહ્યા છે. તેમને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. યોગ સંતુલિત જીવન જીવવાની કળા શીખવે છે. જ્યારે આપણે આપણા શરીરને યોગ્ય રીતે ચલાવતા શીખી જઈએ છીએ, ત્યારે સ્વાસ્થ્ય આપણો સ્વભાવ બની જાય છે. યોગ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્યનો માર્ગ પણ બતાવે છે.
વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે યોગ સ્વભાવમાં આવે છે, ત્યારે તે માનવીય એકતાનો આધાર બની જાય છે. યોગ ફક્ત શારીરિક શ્રમનું સાધન નથી. આ કોઈ એક વય જૂથ પૂરતું સીમિત નથી. ભારતમાં આપણે જોતા આવ્યા છીએ કે યોગ માનવ જીવનની ચેતના સાથે ઊર્જા સાથે એક પ્રકાશ પણ છે. તેથી આ વર્ષે યોગ દિવસની થીમ રાખવામાં આવી છે, યોગા ફોર હેલ્પિંગ એજિંગ. વૃદ્ધાવસ્થામાં પણ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ.
વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વના અલગ અલગ ભાગોમાંથી યોગની એકથી એક અદ્ભુત તસવીરો આવી રહી છે. આખો દેશ યોગની ઊર્જાથી ચૈતન્યથી ભરેલો દેખાઈ રહ્યો છે. આખું વિશ્વ એકબીજા સાથે જોડાયેલું દેખાઈ રહ્યું છે. આ જ તો યોગની તાકાત છે. યોગ બધાને જોડે છે. યોગ બધાને સાથે લાવે છે.