BREAKING NEWS

વીર જવાનોના બલિદાન, ત્યાર અને તપસ્યાને નમન કરવા જઈ રહ્યો છુંઃ પીએમ મોદી બસ્તરમાં સૈનિકો સાથે દિવાળી ઉજવશે

  • November 08, 2026 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હંમેશની જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના બહાદુર સૈનિકો સાથે દિવાળી ઉજવવાનું નક્કી કર્યું છે. દિવાળીની સવારે, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, હું આપણા બહાદુર સુરક્ષા દળો સાથે દિવાળી ઉજવવા માટે બસ્તર જઈ રહ્યો છું. આ એક એવો વિસ્તાર છે જ્યાં એક સમયે નક્સલવાદનું વર્ચસ્વ હતું પરંતુ હવે તે ઝડપી વિકાસનો અનુભવ કરી રહ્યો છે. હું આપણા બહાદુર સુરક્ષા કર્મચારીઓને તેમના બલિદાન, નિઃસ્વાર્થ સેવા અને રાષ્ટ્ર પ્રત્યેના અતૂટ સમર્પણ માટે નમન કરીશ.


પ્રધાનમંત્રીએ બસ્તરમાં દિવાળીની ઉજવણીની જાહેરાત કરી

પીએમ મોદીએ તેમની એક્સ પોસ્ટમાં લખ્યું, હું દિવાળીના શુભ પ્રસંગે બસ્તર જઈ રહ્યો છું. જ્યાં ગઈકાલ સુધી નક્સલીઓનો ત્રાસ હતો, આજે ત્યાં વિકાસનું વસંત છે. હું બહાદુર સૈનિકો, તેમના બલિદાન, સમર્પણ અને તપસ્યાને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યો છું.


ગયા વર્ષે INS વિક્રાંતમાં સવાર થયા હતા


ઉલ્લેખનીય છે કે આજે દેશભરમાં પ્રકાશનો તહેવાર દિવાળીની ઉજવણી થઈ રહી છે, જેમાં દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે ઉજવણી કરી રહી છે. દર વર્ષની જેમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના બહાદુર સૈનિકો સાથે દિવાળી ઉજવશે. ગયા વર્ષે, પીએમ મોદીએ ગોવામાં INS વિક્રાંતમાં નૌકાદળના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

સૈનિકોની મુલાકાત લેતા પહેલા, પીએમ મોદીએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી, જેમાં દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે, દર વર્ષની જેમ, તેઓ સેનાના સૈનિકો વચ્ચે દિવાળી ઉજવશે. ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરાયેલા એક વીડિયો સંદેશમાં, પીએમ મોદીએ કહ્યું કે દિવાળી એક પવિત્ર તહેવાર છે, અને આખો દેશ પ્રકાશથી ઝગમગી ઉઠે છે. પ્રકાશનો આ તહેવાર અંધકાર સામેના આપણા સંકલ્પનો પુરાવો છે.


દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી 

પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા આપી છે. તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું- દેશભરમાં મારા પરિવાર અને મિત્રોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application