BREAKING NEWS

આજનો યુવાન સચ્ચાઈના હુંકાર સાથે ચાલી રહ્યો છે: પીએમ મોદીનું વડોદરામાં જેન-ઝીને સંબોધન

  • September 08, 2026 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત એક દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા હતા. ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમમાં તેમણે 35,200 કરોડ રૂપિયાના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના મહત્વના સેક્શન્સ પણ દેશને સમર્પિત કરવામાં આવ્યા હતા.  કાર્યક્રમ સ્થળે ખાસ વાય આકારના સ્ટેજ પર રેમ્પ વોક કરીને જેન-ઝીને મળ્યા હતા. બાદમાં પોતાના સંબોધનમાં મોદીએ જણાવ્યું હતું કે, આજનો યુવાન સચ્ચાઈના હુંકાર સાથે ચાલી રહ્યો છે. 

વડોદરામાં જેન-ઝીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જુઠ્ઠાણા ફેલાવનારા દરેક ચાર રસ્તા પર મળી જશે પરંતુ સચ્ચાઈના હુંકારની સાથે ભારતનો યુવાન ચાલી રહ્યો છે. સોલાર, વીન્ડ, હાઈડ્રો સેકટર પર સરકાર કેટલા ફોક્સથી કામ થાય છે તે યુવા જોઈ રહ્યો છે. ઈલેક્ટ્રીક ઈકો સિસ્ટમ પર આવનાર સમય નિર્ભર રહેશે. ડેટા સેન્ટ્રર, ચીપ સેકટરનો ખોરાક ઈલેક્ટ્રીક ક્ષેત્ર જ છે. તેની જરૂરીયાત આજે પૂરી કરવી પડશે. દેશના યુવાનોનુ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સરકાર કામ કરી રહી  છે. દુનિયા ઝડપથી બદલાઈ રહી છે ડિગ્રીની સાથે સ્કીલ ઉપર ફોક્સ થઈ રહ્યો છે.

વિશાળ જનમેદનીને સંબોધતાં પીએમ મોદીએ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરને ભારતના વિકાસ અને અર્થતંત્રની નવી ‘લાઇફલાઇન’ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ પ્રકારના માળખાકીય પ્રોજેક્ટ્સ દેશની પ્રગતિને નવી ગતિ અને ઊંચાઈ આપશે. 

પોતાના સંબોધનમાં વડાપ્રધાને ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટમાં થયેલા ભૂતકાળના વિલંબને લઈને અગાઉની સરકારો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 2004માં આ પ્રોજેક્ટનો વિચાર રજૂ થયો હતો અને 2006માં કંપનીની રચના થઈ હતી. જોકે, 2014 સુધી પ્રોજેક્ટની કામગીરીમાં ખાસ પ્રગતિ થઈ નહોતી. તેમના જણાવ્યા અનુસાર શરૂઆતના સાતથી આઠ વર્ષ દરમિયાન એક કિલોમીટરનું પણ કામ પૂર્ણ થયું નહોતું. 2014 બાદ તેમની સરકાર દ્વારા પ્રોજેક્ટને ઝડપી ગતિ આપવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો હતો.

મોદીએ ગુજરાતીમાં કહ્યું, મારું એક કામ કરશો? વડોદરાને આટલું સ્વચ્છ બનાવી દીધું, પણ હવે વડોદરાને ગંદુ થવા જ નથી દેવું, હું પોતે ગંદકી નહીં કરું તેવો સંકલ્પ કરીએ, દિવાળી ચકાચક જાય.. ધન્યવાદ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે સંબોધન પૂર્ણ કર્યું.


આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે સુરતથી વાપી વચ્ચેનો બુલેટ ટ્રેન કોરિડોરનો સેક્શન ડિસેમ્બર 2026 સુધીમાં તૈયાર થઈ જશે. કામ પૂર્ણ થયા બાદ આશરે ત્રણ મહિના સુધી સુરક્ષા અને ગતિના ટ્રાયલ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ બુલેટ ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે.

વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન સેવા શરૂ થયા બાદ વડોદરાથી મુંબઈનું અંતર માત્ર દોઢ કલાકમાં કાપી શકાશે. તેમણે આ પ્રોજેક્ટને ખાસ કરીને દેશની યુવા પેઢી માટે પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યો હતો. વડાપ્રધાને વડોદરાથી ગુજરાત માટે આશરે રૂ,35,000 કરોડથી વધુના વિવિધ રાષ્ટ્રીય વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.


વર્ષો સુધી ફાઈલો ટેબલ પર જ ફરતી રહેતી: મોદી 

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પ્રોજેક્ટમાં થયેલા ભૂતકાળના વિલંબને લઈને અગાઉની સરકારો સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે જે યુવાનો અહીં ઉપસ્થિત છે, તેમાંથી ઘણાનો તો કદાચ જન્મ પણ નહીં થયો હોય જ્યારે વર્ષ 2004માં આ ફ્રેઇટ કોરિડોરનો વિચાર રજૂ થયો હતો અને 2006માં કંપની બની હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે 2014 સુધી માત્ર ફાઈલો એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફરતી રહી. શરૂઆતના સાતથી આઠ વર્ષોમાં 1 કિલોમીટરનું પણ કામ પૂરું થઈ શક્યું નહોતું. જો એ જ ગતિએ દેશ ચાલ્યો હોત તો ત્રણથી ચાર પેઢીઓ વીતી જાત તોય કામ પૂરું ન થાત. 2014માં તમે મને દિલ્હી મોકલ્યો અને આ ધરતીએ મને જે શીખવ્યું છે તેના બળે અમે તાત્કાલિક આ પ્રોજેક્ટને અભૂતપૂર્વ ગતિ આપી.​​​​​​​


2014 પછી ભારતે 50,000 આધુનિક રેલ કોચ બનાવ્યા 

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઝેન જી સહીત વડોદરાવાસીઓને સંબોધન કરતા કહ્યું કે, વડોદરા એ MSME નું હબ બન્યું છે. જ્યોતિ, એલમ્બિક, જીએનએફસી જ હતું. આજે ક્યાથી ક્યા પહોચ્યું છે. આજે મેડ ઈન ઈન્ડિયા મીલીટરી એરક્રાફ્ટ માટે ઓળખાય છે. મેન્યુફેકટરીગની વાત થઈ રહી છે ત્યારે રેલ કોચ મેટ્રોકોચ બનાવવા માટે 2014 પછી ભારતે 50,000 આધુનિક રેલ કોચ બનાવ્યા છે. જૂની સરકાર 50,000 ટોઈલેટ નહોતી બનાવી શકતી.


કોંગ્રેસના રાજમાં તમારી 2-3 પેઢી વીતી ગઈ હોત તો પણ ફ્રેઈટ કોરીડોરનું કામ ના થાતઃ પીએમ મોદી

લાલ કિલ્લા પરથી ઉચ્ચારેયાલ સપ્તધારામાં એક ધારા ગતિશક્તિની પણ છે. વિકસીત ભારત માટે એક એવી શક્તિ જોઈએ. જે જમાના અનુસાર તેજ હોય. વડોદરા તો ગતિશક્તિ યુનિવર્સિટીનું શહેર છે. આ ડેડેકેટીડ ફ્રેઈટકોરિડોર એ વાતનો સાક્ષી છે કે, દેશની કામ કરવાની શક્તિ કેવી રીતે બદલાઈ છે. 2004માં  આનો વિચાર શરૂ થયો હતો. અહી બેઠેલાઓનો કોઈનો જન્મ પણ થયો નહોતો. 2006માં કંપની બનાવાઈ પણ 2014 સુધી ફાઈલ એક જગ્યાએથી બીજા ટેબલ સુધી યાત્રા કરી રહી હતી. 2014માં મને દિલ્હી મોકલ્યો. સાત-આઠ વર્ષમાં એક કિલોમીટર ફ્રેઈટ કેરીડોરનું કામ પૂર્ણ નહોતું થયું તેમના સમયમાં તમારી બે-ત્રણ પેઢી ચાલી જાત તો પણ કામ ના થાત.​​​​​​​


આ એવી જનરેશન છે જેમણે વંદે ભારતમાં પહેલી મુસાફરી કરી: પીએમ મોદીનું ઝેન-જીને સંબોધન 

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ફ્રેઈટ કોરિડોરનુ 2014 પહેલા એક કિલોમીટર પણ લાઈન નહોતી નંખાઈ. પહેલો ફેઝ 2020માં પૂર્ણ થયો. આજે દાદરીથી ફ્રેઈટ કોરિડોરનુ લોકાપર્ણ કરાશે. આ તમારા જનરેશનનુ કામ છે. આ પહેલી જનરેશન છે જેમણે વંદેભારતમાં મુસાફરી કરી છે. હવે સ્લીપર વંદેભારત આવી રહી છે. 


ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરે ફૂંફાજીને નવું કામ આપી દીધું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વડોદરામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાપર્ણ અને શિલાન્યાસ કર્યા બાદ યુવા અને ઝેન જીને સંબોધતા કહ્યું કે, નારાજ ફૂંફાજી ચિલ્લાશે કે ટ્રકવાળાનું શુ થશે. ફુફાજીને કામ મળી ગયું છે. પહેલા વર્ષમાં એક-બા ટ્રેન આપવામા આવતી અને તેનો ઢોલ પીટવામાં આવતો. આજે વર્ષમાં અનેક ટ્રેન શરૂ થઈ રહી છે.​​​​​​​


ચિપથી શીપ સુધીની નવી ગાથા ભારત લખી રહ્યું છે

ચિપથી શીપ સુધીની નવી ગાથા ભારત લખી રહ્યું છે. પૂર્જા અને પ્રોડકશન પણ ભારતનું છે. હવે સોલર પાવર ક્ષેત્રે પણ આવુ જ છે. કડાણા ડેમમાં ફ્લોટીગ સોલાર પેનલ 200 ગીગાવોટથી વધુની શક્તિ ઉભી કરી શક્યા છીએ. 55 લાખ પરિવાર છત પર સોલાર પ્લાન્ટ લગાવી ચૂક્યા છે. 11 લાખ પરિવાર ગુજરાતના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application