BREAKING NEWS

શાપર વેરાવળમાં બે આઇસરમાંથી બેટરીની ચોરી કરી જતા નિસાચર

  • September 08, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શાપર વેરાવળમાં બે આઈસર વાહનમાંથી બે બેટરી ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. જયારે જામકંડોરણામાં અલગ અલગ વાડીમાંથી તસ્કરો કેબલ વાયર ઉઠાવી ગયા હતા. શાપર વેરાવળમાં શિવનગર શેરી નં.-6 માં રહેતા પ્રૌઢ પ્રવિણભાઇ અરજણભાઇ ચૌહાણ(ઉ.વ.૫૬) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની પાસે ટાટા કંપનીમાં બે આઈસર છે. જેના નંબર જીજે-03-સીયુ-9683 અને જીજે-03-બીડબ્લ્યુ-6277 છે. ચાર દિવસ પહેલા બંને વાહન તહેવાર હોવાથી શેરીમાં પાર્ક કર્યા હતા. તા.૦૭/૦૯/૨૦૨૬ ના સવારના આશરે સાતેક વાગ્યાની આસપાસ આઈસર ચાલુ થતા ન હતા. જેથી તપાસ કરતા આઈસરમાં બેટરી જોવા મળી ન હતી. બાદ બીજા આઈસ૨મા જોતા તેમા પણ બેટરી જોવામા આવેલ નહી. જેથી બંને આઈસરમાંથી તસ્કર રૂ.8 હજારની કિંમતની બે બેટરી ચોરી ગયા અંગેની ફરિયાદ પ્રૌઢએ શાપર વેરાવળ પોલીસ મથકે નોંધાવી હતી. જયારે ચોરીની બીજી ઘટનામાં જામકંડોરણાના ડંકી ચોકમાં રહેતા વકીલ કાંતિભાઈ ભગવાનજીભાઈ બાલધા(ઉ.વ.૬૩) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની માલિકીની વાડી ફોફળ નદીના કાંઠે આવેલી છે. તેમની માલિકીની વાડીમાંથી અજાણ્યા શખ્સે ઓરડીમાંથી કુવા સુધીનો કેબલ વાયર અને તેમના ભાઈ વિનોદભાઈ બાલધાની વાડીમાંથી 50 ફૂટ કેબલ વાયર કાપી ચોરી લેવાયો હતો. વધુમાં તપાસ કરતા તસ્કર ફોફળ નદીના કાંઠે, સારણ નદીના કાંઠે, બોરિયા ગામની સીમમાં તથા આજુબાજુના વિસ્તારમાં આવેલી વાડીમાંથી કેબલ વાયર કાપી ચોરી ગયાની જાણ થતાં પ્રૌઢ વકીલે કેબલ વાયર ચોરી અંગેની ફરિયાદ જામકંડોરણા પોલીસ મથકે નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application