BREAKING NEWS

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો, ત્યારે ગુજરાત સરકાર પણ દિવાળી પહેલાં ૩% વધારો જાહેર કરે તેવી ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની માંગ

  • October 28, 2026 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો, ત્યારે ગુજરાત સરકાર પણ દિવાળી પહેલાં ૩% વધારો જાહેર કરે તેવી ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની માંગ

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરી ૬૦ ટકાથી ૬૩ ટકા કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યના શિક્ષકો, કર્મચારીઓ તથા પેન્શનરોને દિવાળીના તહેવાર પહેલાં ૩ ટકા મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર કરે તેવી માંગ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા અને મહામંત્રી એસ. કે. દેસાઈ દ્વારા રાજ્યના માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા સાતમા પગારપંચ મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો કરતી આવી છે. ત્યારે રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓને દિવાળી પહેલાં આ વધારાનો લાભ આપવામાં આવે તે જરૂરી છે.

વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું ૫૦ ટકા થયા બાદ ઘરભાડા ભથ્થા (HRA)ના દરમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. X, Y અને Z કેટેગરીનાં શહેરોમાં અનુક્રમે ૩૦ ટકા, ૨૦ ટકા અને ૧૦ ટકા ઘરભાડા ભથ્થું આપવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં હાલ ૨૪ ટકા, ૧૬ ટકા અને ૮ ટકાના દરે ઘરભાડા ભથ્થું ચૂકવવામાં આવે છે.

આથી ગુજરાત સરકાર દ્વારા પણ કેન્દ્ર સરકારના ધોરણે ઘરભાડા ભથ્થાના દરમાં વધારો કરી રાજ્યના શિક્ષકો અને કર્મચારીઓને તેનો લાભ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યું હતું કે, મોંઘવારીના સમયમાં શિક્ષકો અને કર્મચારીઓને આર્થિક રાહત મળે તે માટે રાજ્ય સરકારે દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો તેમજ ઘરભાડા ભથ્થાના સુધારેલા દર અંગે સકારાત્મક નિર્ણય લેવો જોઈએ.

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા તથા મહામંત્રી એસ. કે. દેસાઈ દ્વારા રાજ્ય સરકાર આ બંને માંગણીઓ અંગે કર્મચારી હિતમાં વહેલી તકે યોગ્ય નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application