BREAKING NEWS

આધ્યાત્મિક જાગૃતિની અવિરલ સરિતામાં, સંપન્ન થયો ૭૯મો નિરંકારી સંત સમાગમ

  • October 28, 2026 05:04 PM 

આધ્યાત્મિક જાગૃતિની અવિરલ સરિતામાં, સંપન્ન થયો ૭૯મો નિરંકારી સંત સમાગમ

બ્રહ્મજ્ઞાનની શિક્ષાઓને જીવનમાં ઉતારવી તે જ જાગૃતિ: નિરંકારી સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજ

સ્થાનિય નિરંકારી શ્રદ્ધાળુઓ એ માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી 

“બ્રહ્મજ્ઞાનની વાસ્તવિક સાર્થકતા તેને જીવનમાં અપનાવવા અને પોતાના વિચારો, વ્યવહાર તથા કર્મોમાં સમાવેશ કરવામાં છે.” આ દિવ્ય ભાવ સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજે ૭૯મા વાર્ષિક નિરંકારી સંત સમાગમના સમાપન દિવસે લાખોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પોતાના પાવન આશીર્વચનો દ્વારા પ્રદાન કર્યા.

‘જાગૃતિ’ની આધ્યાત્મિક પ્રેરણાઓને પોતાના જીવનમાં આત્મસાત્ કરીને સ્વયંના ઉત્થાન સાથે-સાથે જગત કલ્યાણની ભાવનાને સુદૃઢ કરનાર આ પાવન સંત સમાગમ ગઈ રાત્રે પ્રેમાભક્તિ અને શ્રદ્ધાથી ઓતપ્રોત વાતાવરણમાં સંપન્ન થયો. સમાગમથી આધ્યાત્મિક પ્રેરણા અને મધુર સ્મૃતિઓ લઈને શ્રદ્ધાળુ ભક્તજનો ધીમે-ધીમે પોતપોતાના ગંતવ્ય તરફ પ્રસ્થાન કરવા લાગ્યા.

સત્ગુરુ માતા સુદીક્ષા જી મહારાજે વિશાળ માનવ પરિવારને સંબોધિત કરતાં પોતાના પાવન પ્રવચનોમાં ફરમાવ્યું કે ‘જાગૃતિ’ માત્ર સત્સંગ કે સમાગમ સુધી મર્યાદિત નથી, પરંતુ જીવનના દરેક ક્ષણમાં નિરાકાર પરમાત્માના અનુભવ સાથે જીવવાનું નામ છે. બ્રહ્મજ્ઞાનની વાસ્તવિક સાર્થકતા ત્યારે જ છે, જ્યારે આપણે તેને પોતાના વિચારો, વ્યવહાર અને કર્મોમાં અપનાવીએ.

સત્ગુરુ માતા જીએ સકારાત્મક વિચાર, પ્રેમ, કરુણા અને વિનમ્રતા અપનાવવા તથા બીજાની ખામીઓને બદલે તેમની ખૂબીઓ જોવાની પ્રેરણા આપી. સાચી જાગૃતિનો આરંભ પોતાના ઘર-પરિવાર અને અંગત જીવનથી થાય છે. સેવા, સ્મરણ અને સત્સંગને જીવનનો અભિન્ન અંગ માનીને દરેક પરિસ્થિતિમાં પરમાત્માનો અનુભવ જાળવી રાખવો તે જ જીવનને સુખમય અને આધ્યાત્મિક રૂપે સમૃદ્ધ બનાવે છે.

આ અવસરે સંત નિરંકારી મંડળના સચિવ આદરણીય શ્રી જોગિંદર સુખીજાએ સત્ગુરુ માતા જી અને નિરંકારી રાજપિતા જીના પાવન દર્શન કરીને તેમના દિવ્ય આશીર્વાદ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. સાથે જ, સમસ્ત સાધ-સંગત તથા સમાગમના સફળ આયોજનમાં સહયોગ આપનાર તમામ સરકારી વિભાગોનો હાર્દિક આભાર પ્રગટ કર્યો. તેમણે આ વર્ષે સમાગમમાં પાછલા વર્ષોની અપેક્ષાએ વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓના સમ્મિલિત થવા પર પ્રસન્નતા વ્યક્ત કરી અને ભવિષ્યમાં પણ સંગતની સંખ્યામાં નિરંતર વૃદ્ધિ થવાની મંગલકામના કરી.

કવિ દરબાર:
આ વર્ષે સમાગમના ચારેય દિવસે આયોજિત કવિ દરબારમાં બાળ કવિઓ સહિત મહિલા અને પુરુષ કવિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જે આકર્ષણનું એક મુખ્ય બિંદુ રહ્યું. આ અવસરે ૮૦ કવિઓએ ‘જાગૃતિ’ વિષય પર આધારિત પોતાની સ્વરચિત કવિતાઓ હિન્દી, રાજસ્થાની, પંજાબી, અંગ્રેજી, હરિયાણવી, મુલતાની, મરાઠી, ભોજપુરી અને સંસ્કૃત સહિત વિવિધ ભાષાઓમાં પ્રસ્તુત કરી. આ ભાવપૂર્ણ કાવ્ય પ્રસ્તુતિઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા અને સૌએ આ આયોજનનો ભરપૂર આનંદ મેળવ્યો.
​​​​​​​
​​​​​​​આમ, ૭૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ સત્ગુરુના દિવ્ય સંદેશ, પ્રેમ, ભક્તિ અને માનવતાના ભાવોથી ઓતપ્રોત વાતાવરણમાં સંપન્ન થયો. નિઃસંદેહ, આ પાવન સંત સમાગમ આધ્યાત્મિક જાગૃતિ અને સદ્ભાવનો અનુપમ સંગમ બન્યો, જેણે અનેકતામાં એકતા અને સંપૂર્ણ માનવતાને એક સૂત્રમાં પિરોવાનો દિવ્ય સંદેશ આપ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application