BREAKING NEWS

ડૉ. ધારા રાણાએ આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું — 2nd Asian Masters Swimming Championships 2026માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

  • October 28, 2026 05:15 PM 

ડૉ. ધારા રાણાએ આંતરરાષ્ટ્રીય સ્તરે જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું — 2nd Asian Masters Swimming Championships 2026માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA), જામનગર બ્રાન્ચ માટે ગૌરવની વાત છે કે બ્રાન્ચનાં સેક્રેટરી તથા સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ધારા રાણાએ બેંગલુરુ, ભારતમાં તા. 4થી 10 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાયેલી 2nd Asian Masters Swimming Championships 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાના એજ ગ્રુપની મહિલા કેટેગરીમાં 200 મીટર બટરફ્લાય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે.

આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એશિયાના વિવિધ દેશોમાંથી 1,300થી વધુ સ્વિમર્સે ભાગ લીધો હતો. આટલી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ પ્રાપ્ત કરીને ડૉ. ધારા રાણાએ જામનગર, ગુજરાત તથા સમગ્ર ડેન્ટલ વ્યવસાયનું ગૌરવ વધાર્યું છે.

આ સિદ્ધિ બદલ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન, જામનગર બ્રાન્ચનાં પ્રેસિડેન્ટ ડૉ. સ્મિતા રૂપારેલિયાએ ડૉ. ધારા રાણાને હાર્દિક અભિનંદન પાઠવ્યાં છે. તેમણે જણાવ્યું કે ડૉ. ધારા રાણાની આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓ પણ રમતગમતના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે તેનું પ્રેરણાદાયી ઉદાહરણ છે.

આ પ્રસંગે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન, ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડૉ. ભૂષણ કાલરિયાએ પણ ડૉ. ધારા રાણાને અભિનંદન પાઠવી તેમની આંતરરાષ્ટ્રીય સિદ્ધિની પ્રશંસા કરી હતી. તેમણે તેમની સફળતાને ગુજરાતના દંતચિકિત્સક સમુદાય માટે ગૌરવની બાબત ગણાવી હતી.
​​​​​​​
​​​​​​​ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન, જામનગર બ્રાન્ચ ડૉ. ધારા રાણાની આ સિદ્ધિને બિરદાવે છે અને ભવિષ્યમાં પણ તેઓ રમતગમત તથા દંતશિક્ષણ ક્ષેત્રે આવી જ સફળતાઓ પ્રાપ્ત કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application