પોરબંદરમાં પી.એન.ડી.ટી. કમીટીની બેઠક યોજાઇ હતી જેમાં રજીસ્ટર્ડ થયેલા કલીનીકલ હોસ્પિટલની આકસ્મિક તપાસ કરવા સૂચના અપાઇ હતી.
પોરબંદર જિલ્લાના ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી બી. બી ચૌધરીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી પોરબંદર ખાતે પી.એન.ડી.ટી કમિટીની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ઇન્ચાર્જ કલેકટરે પી.એન.ડી.ટી કમિટીની કામગીરીની સમીક્ષા કરી હતી અને પી.એન.ડી.ટી કાયદા અંતર્ગત રજીસ્ટર્ડ થયેલ ક્લિનીકો અને હોસ્પિટલની આકસ્મિક તપાસ કરવા સહિતની કામગીરી કરવા જરી માર્ગદર્શન આપ્યું હતું અને બેટી વધાવો અને પી.એન.ડી.ટી કાયદાની જાણકારી વધુ લોકો સુધી પહોંચે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા ચૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લામાં પી.એન.ડી.ટી. અર્ંતગત એ.એન.સી.ની સોનોગ્રાફી કરતા કલીનીક, હોસ્પીટલ, સંસ્થાઓએ પ્રસિધ્ધ થયેલ જાહેરનામાનુ ચુસ્ત પાલન,સેકસ રેશીયો,રજીસ્ટ્રેશન અને રીન્યુઅલ રજીસ્ટ્રેશન માટેની અરજીઓ અને સબ ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી કમ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તપાસ કામગીરી સહિતની બાબતે ચર્ચા કરવામાં હતી.આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડી. બી મહેતા,તાલુકા હેલ્થ અધિકારી સહિતના પી.એન.ડી.ટી કમિટીના ચેરપર્સન અને સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech