BREAKING NEWS

ચિત્રકૂટના સદગુરુ નેત્ર ચિકિત્સાલયના ડાયરેક્ટર અને પદ્મશ્રી ડો. બુધેન્દ્ર કુમાર જૈનનું નિધન, કાલે અંતિમ દર્શન અને રવિવારે અંતિમવિધિ

  • February 27, 2026 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચિત્રકૂટના સદગુરુ નેત્ર ચિકિત્સાલયના ડાયરેક્ટર અને પદ્મશ્રી ડો. બુધેન્દ્ર કુમાર જૈનનું દુઃખદ અવસાન થતા લાખો ગુરૂભક્તો શોકમાં ડૂબી ગયા છે. ગુરૂદેવના નિધનના સમાચાર મળતા જ રાજકોટ, અમદાવાદ અને મુંબઈ સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં ગુરુભક્તો અને સ્નેહીજનો તેમના અંતિમ દર્શન માટે ચિત્રકૂટ તરફ રવાના થયા છે. આવતીકાલે શનિવારે આખો દિવસ તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે સદગુરુ સેવા સદન ચિત્રકૂટ ખાતે રાખવામાં આવશે અને રવિવારે સવારે તેમની અંતિમક્રિયાઓ કરવામાં આવશે.

ડો. બુધેન્દ્ર કુમાર જૈન છેલ્લા 4 મહિનાથી મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં ફેફસાના કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. 


ડો. બી.કે. જૈન પાંચ દાયકાથી વધુ સમયથી શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા અને અંધત્વ નિવારણ ક્ષેત્રે પાયાનું કામ કર્યું હતું. વર્ષ 2025માં તેમને તબીબી ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2025માં તેમની નિમણૂક એઈમ્સ રાયપુરના પ્રમુખ તરીકે કરવામાં આવી હતી. તેમણે સદગુરુ નેત્ર ચિકિત્સાલયને વિશ્વસ્તરીય સંસ્થા બનાવવામાં અને ગ્રામીણ વિસ્તારોમાં લાખો ગરીબોની મફત સારવાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News