જામનગર શહેર યાદવનગર આહીર સમાજના પ્રમુખ તરીકે પાલાભાઈ ચાવડાની સર્વાનુમતે વરણી...
જામનગર શહેર યાદવનગર આહીર સમાજના પ્રમુખ તરીકે પાલાભાઈ ચાવડાની સર્વાનુમતે વરણી...
November 03, 2025 12:52 PM
જામનગર શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારમાં આવેલ યાદવનગર વિસ્તારમાં આહીર સમાજના ઉત્થાન તેમજ સમાજમાં વિકાસના કાર્યોને વેગવતા બનાવવાની નેમ સાથે ગઈકાલે તારીખ 2-11-2025 ને રવિવારના રોજ યાદવનગર આહીર સમાજની એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં યાદવનગર આહીર સમાજના નવા પ્રમુખ તરીકે પાલાભાઈ સવદાસભાઈ ચાવડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સમયે આહીર સમાજના આગેવાનો, સમાજના લોકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવનીત પ્રમુખની વરણીને આવકારી હતી.