BREAKING NEWS

પાણી માટે પાણીપત: પૂર્વી ચાડમાં જૂથ અથડામણમાં ૪૨નાં થયાં મોત

  • April 28, 2026 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુદાનની સરહદ નજીક વાડી ફિરા પ્રાંતના ઇગોટેમાં પાણી મુદ્દે થયેલો ઝગડો બાદમાં હિંસામાં ફેરવાયો, ૧૦ ઘાયલને સારવારમાં ખસેડાયાઆજકાલ પ્રતિનિધિ
એન'જામેનાપૂર્વી ચાડ એટલે કે સુદાનની સરહદ નજીક વાડી ફિરા પ્રાંતના ઇગોટેમાં પાણી માટે પાણીપતના યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં ઓછામાં ઓછા ૪૨ લોકો માર્યા ગયા છે. આ અથડામણો પ્રદેશમાં પાણીના ક્રોત પરના અધિકારોને લઈને શ થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક લોકો વચ્ચે શ થયેલી હિંસા એ વરવું સ્વપ પકડી લેતા સેનાએ હસ્તક્ષેપ કરવો પડો હતો. ચાડના નાયબ વડા પ્રધાને રવિવારે મોડી રાત્રે જાહેરાત કરી કે આ અથડામણો બાદમાં સામસામા બદલાની આગમાં વધુ ભડકી હતી. ચાડના નાયબ વડા પ્રધાન, લિમાને મહામાતે, શનિવારે સુદાનની સરહદ નજીક વાડી ફિરા પ્રાંતના ઇગોટે ગામની મુલાકાત લેતી વખતે, અહેવાલ આપ્યો કે અથડામણમાં ૪૨ લોકો માર્યા ગયા છે અને ૧૦ અન્ય ઘાયલ થયા છે. ઘાયલોને પ્રાંતીય આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. મહામાતે કહ્યું કે હિંસા એક વિશાળ વિસ્તારમાં ફેલાયો હતો, જેના કારણે સેનાને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે સૈન્યના ઝડપી પ્રતિભાવથી અથડામણો અટકાવી શકાયા અને પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. હિંસા બાદ, નાયબ વડા પ્રધાને ગામમાં પરંપરાગત મધ્યસ્થી પ્રક્રિયા શ કરવાની અને ગુનાહિત જવાબદારી નક્કી કરવા માટે ન્યાયિક કાર્યવાહી શ કરવાની જાહેરાત કરી. મધ્ય આફ્રિકન રાષ્ટ્ર્ર ચાડમાં સંસાધનોને લઈને સમુદાયો વચ્ચે અથડામણો સામાન્ય છે. ગયા વર્ષે, દક્ષિણપશ્ચિમ ચાડમાં ખેડૂતો અને પશુપાલકો વચ્ચે અથડામણોમાં ૪૨ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘરો બાળી નાખવામાં આવ્યા હતા. મહામતે કહ્યું હતું કે સરકાર સરહદી પ્રદેશમાં અસ્થિરતા ફેલાતી અટકાવવા માટે તમામ જરી પગલાં લેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application