પંકજ ઉધાસ એક એવા ગઝલ ગાયક હતા કે જેમનો મખમલી અવાજ સાંભળી અનેક લોકો પોતાના દુઃખદર્દ ભૂલી જતા, જેમણે પોતાની ગાયકીથી ઘણા લોકોને મંત્રમુગ્ધ કર્યા છે, એમની લવસ્ટોરી પણ ભારે રોચક રહી છે.પંકજ ઉધાસ ભલે ગાયક હોય પરંતુ તેની લવસ્ટોરી ખૂબ જ ફિલ્મી રહી છે. પંકજની તેની પત્ની ફરીદા સાથે પ્રથમ મુલાકાત તેના પાડોશી દ્વારા કરવામાં આવી હતી. તે સમયે પંકજ ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા. ફરીદા એર હોસ્ટેસ હતી. પંકજ અને ફરીદા એક પાડોશી દ્વારા ગોઠવાયેલી મીટિંગ દ્વારા મિત્રો બન્યા. આ પછી બંને વચ્ચે મળવાનું શરૂ થયું. સતત એકબીજા સાથે સમય વિતાવ્યા બાદ બંને એકબીજાની નજીક આવ્યા અને એકબીજાના પ્રેમમાં પડ્યા. તેમના લગ્નમાં ધર્મની દીવાલ આવી હોવા છતાં પંકજે મક્કમ રહીને ફરીદા સાથે લગ્ન કર્યા.
પંકજ ઉધાસના નિધનના સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી ફેન્સ દુઃખી થયા છે.
પંકજ ઉધાસનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના રાજકોટ નજીક ગોંડલ પાસેના ચરખડી ગામે એક જમીનદાર ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના મોટા ભાઈ મનહર ઉધાસ જાણીતા પ્લેબેક સિંગર છે. ઘરમાં સંગીતમય વાતાવરણને કારણે સંગીતમાં પણ તેમનો રસ વધ્યો.
પંકજ ઉધાસનું સંગીત કરિયર 6 વર્ષની ઉંમરે જ શરૂ થઈ ગયું હતું. તેમના ઘરમાં સંગીતમય વાતાવરણ હતું. આને ધ્યાનમાં રાખીને તેઓ સંગીતની દુનિયામાં પણ આવ્યા અને હંમેશા તેની સાથે રહ્યા. પંકજ ઉધાસની સંગીત સફર શાળામાં પ્રાર્થનાથી શરૂ થઈ હતી.
તેમનું પહેલું આલ્બમ 'આહત' 1980માં રિલીઝ થયું હતું. આમાં તેમને ઘણી ગઝલો ગાયી છે. પંકજ ઉધાસ તેમની ગઝલ ગાયકી માટે પ્રખ્યાત થયા હતા. તેમના પ્રખ્યાત ગીતોમાં 'જીયે તો જીયે કૈસે બિન આપકે...', 'ચિઠ્ઠી આયી હૈ...', 'ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ...', 'ના કજરે કી ધર, ના મોતીયો કે હાર'નો સમાવેશ થાય છે.
પંકજ ઉધાસને સંગીતમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 2006માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પંકજે આદબ અરજ હૈ નામનો ટેલેન્ટ હન્ટ શો પણ ચલાવ્યો હતો જે સોની એન્ટરટેઈનમેન્ટ પર પ્રસારિત થતો હતો. પંકજ ઉધાસ હવે બહુ ઓછા ગીતો ગાતા હતા. પંકજ ઉધાસે ખૂબ જ સાદું જીવન જીવ્યું. પંકજ ઉધાસ પોતાને ફિટ રાખવા માટે યોગ અને કસરત કરતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech