શહેરના ગીતા મંદિર ખાતે પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસી, જામનગર દ્વારા પાંચમો સ્નેહ મિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. જયવીરસિંહ ઝાલાએ વિશેષ ઉપસ્થિત રહીને વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અને ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે અત્યંત પ્રેરક અને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં સંસ્થાના નવા પ્રમુખ તરીકે ડી.આઈ.એલ.આર. દિલીપસિંહ પરમાર અને ઉપ પ્રમુખ તરીકે ક્રિપાલસિંહ પરમારની પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જ્ઞાતિજનોને સંબોધતા દિલીપસિંહ પરમાર, અનિરુદ્ધસિંહ પરમાર અને દાદભા પરમારે પરમાર વંશના ભવ્ય ઇતિહાસ અને ગૌરવશાળી પરંપરાઓ વિશે મનનીય પ્રવચનો આપ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં વિરેન્દ્રસિંહ પરમારે સ્વાગત પ્રવચન દ્વારા મહેમાનોનું અભિવાદન કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કુલદીપસિંહ પરમારે સંભાળ્યું હતું. અંતમાં નવનિયુક્ત પ્રમુખ દિલીપસિંહ પરમારે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંત્રી રઘુવીરસિંહ પરમાર-મૂળી, ગજેન્દ્રસિંહ પરમાર-દાણાવાડા, મયુરધ્વજસિંહ પરમાર-મુંજપર, ધર્મેન્દ્રસિંહ પરમાર-મૂળી, પ્રતિપાલસિંહ પરમાર-મૂળી, અભિજીતસિંહ પરમાર-મુંજપર, ઓમદેવસિંહ પરમાર-મૂળી, સહદેવસિંહ પરમાર-મુળી, મયુરસિંહ પરમાર, પ્રદ્યુમનસિંહ પરમાર-મુંજપર, વનરાજસિંહ પરમાર-ગઢાદ, ધર્મેન્દ્રસિંહ પરમાર-ટીકર, હરપાલસિંહ પરમાર-ગઢાદ, કુલદીપસિંહ પરમાર-મુંજપર, દિગુભા પરમાર-મૂળી, સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.