રાજય સરકાર દ્વારા વ્યાજખોરીની બદીને ડામવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.જેના ભાગરૂપે રાજકોટમાં વ્યાજખોરીનો ભોગ બનનાર માટે ગત અઠવાડિયે લોક દરબાર યોજાયો હતો.જેમાં 26 અરજદારોએ પોતાની વ્યથા જણાવી હતી.ત્યારે હવે પોલીસે વ્યાજખોરો સામે ગુના નોંધવાનું શરૂ કર્યું છે.પોલીસે 24 કલાકમાં ચાર ફરિયાદ નોંધી છે.
રાજકોટના સાઈબાબા સર્કલ પાસે આસોપાલવ સોસાયટીમાં રહેતા દર્પણભાઈ હંસરાજભાઈ પાનસુરીયા(પટેલ)(ઉ.વ.24)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલ્પેશ દોગા,ધમભા ગોહિલ અને ગંભીરસિંહ રેવરનું નામ આપ્યું છે.જેના આધારે પોલીસે આરોપીઓ સામે મનીલેન્ડ એકટ અને બળજબરીથી પડાવી લેવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
દર્પણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ કારખાનામાં મજૂરી કામ કરે છે અને તેમણે 2021માં અલ્પેશ દોંગા પાસેથી ધંધાના કામે વ્યાજે રૂપિયા દસ લાખ ત્રણ ટકા લેખે લીધા હતા.તેમના બદલામાં લીલી સાજડીયાળી ગામની બે એકર જમીનનો રજીસ્ટર દસ્તાવેજ અલ્પેશભાઈના કહેવાથી વિજયભાઈ રામાણીના નામે કરી આપ્યો હતો.તેમજ નાણાં પરત આપ્યા બાદ દસ્તાવેજ ફરી તેમના નામે કરી આપવાની વાત થઈ હતી. 4 એપ્રિલના રોજ 10 લાખ પરત આપવાનું કહેતા તેમણે રૂ.25 લાખની ઉઘરાણી કરી હતી અને અને બાદમાં 20 લાખમાં છેલ્લે નક્કી થયું હતું.પરંતુ પૈસાની સગવડ ન થતા પૈસા આપ્યા નહોતા.
સગા સંબંધીઓ પાસેથી ઉછીના લીધેલા નાણા પરત કરવા 2022માં ધમભા ગોહિલ નામના વ્યક્તિ પાસેથી 35 લાખ રૂપિયા ત્રણ ટકા લેખે એક વર્ષ માટે વ્યાજે લીધા હતા.તેમજ ગંભીરસિંહ રેવર પાસેથી રૂપિયા એક વર્ષ માટે 13 લાખ વ્યાજે લીધા હતા.બાદમાં તેમને ખબર પડી કે દર્પણ પર દેણું થઈ ગયું છે.ત્યારબાદ તેમણે રાજદીપસિંહના નામે પંદર લાખ હાથ ઉછીનાનું લખાણ કરાવી લીધું હતું અને બેન્કનો 15 લાખનો ચેક લીધો હતો.
આમ અલ્પેશ દોંગાના 20 લાખ,ધમભા ગોહિલના 35 લાખ,ગંભીરસિંહના 15 લાખ તેમજ મિત્ર પાસેથી ઉછીના 20 લાખ લીધા હતા તેમ મળી કુલ રૂ.90 લાખમાં જમીન આ લોકોને આપી દીધી હતી.જે જમીનનો વહીવટ ધમભા પાસે હતો અને તેમણે જમીન વેચી પૈસા લઈ લીધા હોય અને પૈસા રાજભાને તથા ગંભીરસિંહને ન આપેલ પરંતુ તે લોકો અંદર પૈસા લઈ લીધા બાદ ગંભીરસિંહ પૈસાની ઉઘરાણી કરતા હતા.જેથી આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ત્રણેય આરોપીઓ ને સકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech