રાજકોટ સિવિલ હોસ્પિટલના નવા બની રહેલા મુખ્ય એન્ટ્રી ગેઇટ પાસેના આશરે ૨૦થી ૨૫ ફટ ઐંડા ખાડામાં દર્દી પડી જતા ગંભીર ઇજા થવાથી મોત નીપયું છે. વોર્ડમાં દાખલ તાલાલાના દર્દી સવારે ચા–પાણી પીવા માટે નીચે ગયા હતા ત્યારે ખાડા આગળ કોઈ સેફટી એન્ગલ કે બેરીકેટ ન હોવાથી અંધાં હોવાના કારણે ખાડામાં ખાબકતા બનાવ બન્યો હતો.
પ્રા વિગત મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલના એસબીઆઈ બેંક સામેનો મુખ્ય એન્ટ્રી ગેટ પીઆઈયુ વિભાગ દ્રારા બનાવવામાં આવી રહ્યો છે. ગેટ બનાવવા માટે પાયા ભરવા માટેનો આશરે ૨૦ થી ૨૫ ફટ ખાડો કોન્ટ્રાકટ એજન્સી દ્રારા ખોદવામાં આવ્યો છે એ ખાડામાં આજે સવારે એક દર્દી પડી જતા લોકો દોડી ગયા હતા અને હેલ્પ ડેસ્કની મદદથી બહાર કાઢી ગંભીર હાલતમાં ઇમર્જન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ માથાના ભાગે વધુ ગંભીર ઇજા થતા જીવ બચી શકયો ન હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફને જાણ કરતા અજાણ્યા યુવક તરીકેની નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. બાદમાં તપાસ કરતા મૃતકનું નામ જગદીશભાઈ મનસુખભાઇ ચાવડા (દરજી) (ઉ.વ.૩૫) ના અને તાલાલાની કર્મજયોત સોસાયટીમાં રહેતા
હોવાનું અને સર્જરી વિભાગમાં દાખલ હોવાનું સામે આવ્યું હતું. પોતાને પેટમાં સોજા હોવાથી પત્ની રેખાબેન સાથે નિદાન માટે આવતા દાખલ કરવામાં આવ્યાં હતાં. સવારે વોર્ડમાંથી પત્નીને નીચે ચા પાણી પીવા જવાનું કહીને નીચે આવ્યા હતા ત્યારે નવા બની રહેલા ગેઇટ પાસેથી નીકળવા જતા ખોદવામાં આવેલા ખાડા નજીક કોઈ આડસ ન હોવાથી અંધારાના કારણે ખાડો દેખાયો ન હતો અને દર્દી પડી જતા જીવ ગુમાવ્યો હતો.
મૃતક દરજી કામ કરતા હતા અને સંતાનમાં એક દીકરો દીકરી છે. સારવાર માટે આવ્યા હતા અને અકાળે મોત થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. પરિવારે કોન્ટ્રાકટની બેદરકારીનો આક્ષેપ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMYouTubeએ ભારતીયોને બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં આપ્યા ₹21 હજાર કરોડ
May 02, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech