BREAKING NEWS

છેલ્લા દસ વર્ષમાં અકસ્માતમાં પગપાળા મુસાફરોના મૃત્યુમાં 160 ટકાનો વધારો

  • August 29, 2026 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતમાં ઝડપી શહેરીકરણ, સ્માર્ટ સિટીઓ, એક્સપ્રેસવે અને પહોળા રસ્તાઓના વિકાસ વચ્ચે પગપાળા ચાલનારાઓની સુરક્ષા ગંભીર ચિંતાનો વિષય બની છે. છેલ્લા દસ વર્ષમાં માર્ગ અકસ્માતોમાં પગપાળા મુસાફરોના મૃત્યુમાં અંદાજે 160 ટકાથી વધુ વધારો નોંધાયો છે. 2015માં 13,894 પગપાળા મુસાફરોના મૃત્યુ થયા હતા, જ્યારે 2024માં આ આંકડો વધીને 36,526 થયો હતો.ભારતના રસ્તાઓનું આયોજન મોટાભાગે મોટર વાહનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. અનેક શહેરોમાં યોગ્ય ફૂટપાથ, સુરક્ષિત પદયાત્રી ક્રોસિંગ અને દિવ્યાંગો માટે અનુકૂળ સુવિધાઓનો અભાવ છે. પરિણામે બાળકો, વૃદ્ધો અને અન્ય પગપાળા મુસાફરોને વાહનવ્યવહાર વચ્ચે રસ્તા પર ચાલવાની ફરજ પડે છે.વર્ષવાર આંકડાઓ પણ ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. 2019માં 25,858, 2020માં 23,483, 2021માં 29,124, 2022માં 32,825, 2023માં 35,221 અને 2024માં 36,526 પગપાળા મુસાફરોના મૃત્યુ નોંધાયા હતા.સુપ્રીમ કોર્ટે પણ પગપાળા ચાલનારાઓના અધિકારોને મહત્વ આપતાં નિર્ધારિત ફૂટપાથ પર ચાલવાના અધિકારને જીવન અને સુરક્ષા સાથે જોડાયેલા મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવાના મુદ્દે મહત્વપૂર્ણ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. સરકાર અને સ્થાનિક તંત્રોને પદયાત્રીઓ માટે સુરક્ષિત માળખું ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.ફૂટપાથ માટે ઓછામાં ઓછી પૂરતી જગ્યા, રસ્તા અને ફૂટપાથની ઊંચાઈમાં યોગ્ય તફાવત, દૃષ્ટિહીન લોકો માટે સ્પર્શ આધારિત ટાઇલ્સ, સીસીટીવી દ્વારા અતિક્રમણની દેખરેખ અને ખરાબ ડિઝાઇન માટે જવાબદારી નક્કી કરવાની ભલામણ કરવામાં આવી છે.આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે રસ્તાઓ માત્ર ગાડીઓ માટે નહીં, પરંતુ દરેક નાગરિક માટે સુરક્ષિત હોવા જોઈએ. પગપાળા મુસાફરોને પ્રાથમિકતા આપતી નવી રાષ્ટ્રીય નીતિ અને અસરકારક અમલીકરણ સમયની તાત્કાલિક જરૂરિયાત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application