BREAKING NEWS

૭૦૦ જેટલી વ્યાજબી ભાવની દુકાનો ૫ર લોકોએ દીવડાઓ પ્રગટાવી PM મોદીને શુભકામનાઓ પાઠવી.

  • September 18, 2026 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ : માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ૭૬મા જન્મદિન નિમિત્તે રાજકોટ જિલ્લાના આશરે ૭૦૦ જેટલા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો) ઉ૫ર લાભાર્થીઓ દ્વારા "આશીર્વાદ" ના દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.ભારત સરકાર દ્વારા દેશના દરેક નાગરિકને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે તથા તેના ખોરાકની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અમલમાં મુકવામાં આવેલ છે જેના થકી જરૂરીયાતમંદ કુટુંબોને પ્રત્યેક વ્યક્તિદીઠ દર મહીને ૫ કિલો અનાજ વિના મુલ્યે પુરુ પાડવામાં આવે છે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ- ૩૦૭૫૯૩ જેટલા રેશનકાર્ડના કુલ ૧૧૭૯૨૨૫ જેટલા લાભાર્થીઓ લાભ મેળવે છે.માન. પ્રધાનમંત્રીશ્રીના જન્મદિન નિમિત્તે લાભાર્થીઓએ માન.પ્રધાનમંત્રીશ્રી માટે "આશીર્વાદ" ના દીવડાઓ પ્રગટાવી દીર્ઘાયુ માટે શુભકામનાઓ કરી. સરકાર તરફથી જરૂરિયાતમંદ પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત દર માસે નિયમિત અને વિના મૂલ્યે અનાજનો લાભ મળી રહ્યો હોવાથી લાભાર્થીઓ દ્વારા સરકાર તથા માન. પ્રધાનમંત્રીશ્રી માટે "કૃતજ્ઞતા" વ્યક્ત કરી માન. પ્રધાનમંત્રીશ્રીને જન્મદિનની શુભકામનાઓ પાઠવવામાં આવી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application