BREAKING NEWS

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘાં થશે

  • October 29, 2025 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બજેટમાં પેટ્રોલ–ડીઝલની સેસમાં વધારાની શકયતા: કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી રમતગમતના બજેટ પર વધુ ફોકસ: બજેટનું કદ ૪.૨૦ લાખ કરોડથી વધી


આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬–૨૭ માટે ની તૈયારીઓ શ થઈ ગઈ છે રાયના નાણા વિભાગ દ્રારા આગામી વર્ષને શહેરી વિકાસ વર્ષ ને ધ્યાનમાં રાખીને સુવિધા રમતગમતની મહત્વ આપવામાં આવશે. વર્ષ ૨૦૨૬–૨૭ ના બજેટનું કદ ૪.૨૦ લાખ કરોડને આબી જાય તેવી સંભાવના છે.
રાયના આગામી બજેટમાં શહેરી વિકાસના કામોને વધુ પ્રાધાન્ય અપાશે. જેમાં અમદાવાદને મહત્તમ ફાયદો થઇ શકે છે. અમદાવાદમાં ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે તેને ધ્યાનમાં રાખીને આગામી પાંચ વર્ષમાં શહેરી સુવિધા વધે તેવા અને રમત ગમતને લગતા ઇન્ફ્રાસ્ટ્રકટરના કામોને વધુ મહત્વ આપવામાં આવશે.તેને ધ્યાનમાં રાખીને સેસમાં વધા૨ો કરાય તેવી સંભાવના છે. જીએસટીના દર ઘટતા રાયની આવકમાં ૮ હજાર કરોડ જેટલા ઘટાડાનો અંદાજ હાલ મૂકાઇ રહ્યો છે પરંતુ નાગરિકોની ખરીદ શકિતમાં વધારો થતા વર્ષના અંતે સરભર થઇ જવાની આશા સરકારી તત્રં રાખી રહ્યું છે.
વર્ષ ૨૦૨૫–૨૬નું બજેટ ૩ લાખ ૬૦ હજાર ૨૫૦ કરોડ પિયાનું હતું. જેમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃતિઓના વિકાસ અને ગ્રીન ગ્રોથને ફોકસ કરાયું હતું. નાણા વિભાગના સૂત્રોના કહેવા મુજબ આગામી બજેટમાં ચાલુ વર્ષના બજેટના કદ કરતા ૩૦ હજાર કરોડ પિયાથી વધુનો વધારો કરવામાં આવશે. જેથી રાયના વિકાસ કામોને પહોંચી વળવા સાથે લાંબા ગાળાની યોજનાના આયોજનને પણ પાર પાડી શકાય. કેટલાક વિભાગોનું બજેટ મોટાપાયે નાણાકીય વર્ષના સાત મહિના પૂર્ણ થયા તેમ છતાં વાપરવામાં આવ્યું નથી તે અંગે ટૂંક સમયમાં નાણા વિભાગ બેઠકોનો દોર શ કરશે. ગત એપ્રિલ માસમાં બજેટ રજૂ કર્યા બાદ નાણા વિભાગ દ્રારા મોટાભાગના કામોની
તેથી વિભાગોને ઝડપથી તેમના બાકી કામો માટે ગ્રાન્ટ વાપરવા માટે સૂચના આપવામાં આવશે. ગ્રાન્ટ રીલીઝ કરી દેવામાં આવી હતી
બજેટમાં મોટાપાયે કરવેરામાં વધારો કરાય તેવી કોઇ સંભાવના નથી પરંતુ જીએસટીના દર ઘટાડાતા આવકમાં થયેલા નુકસાન અને જંગી કામોના ભારણને પહોંચી વળવા માટે પેટ્રોલ–ડીઝલ પરના સેસમાં વધારો કરાય તેવી સંભાવના ચકાસણી કરવામાં આવી રહી છે. હાલ અન્ય રાયની સરખામણીમાં ગુજરાતમાં પેટ્રોલ–ડીઝલના ભાવ ઓછા છે. આ મામલે ઉચ્ચ સ્તરીય મંજૂરી લઈને નિર્ણય લેવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્રારા તાજેતરમાં જીએસટીના દરમાં ઘટાડો કરાયો છે તેના કારણે અનેક ચીજ વસ્તુ પરની કિંમતમાં ઘટાડો થતા રાય સરકારને જીએસટીની તેટલી આવક ગૂમાવવી પડશે. નાણા વિભાગના અંદાજ મુજબ વર્ષે ૭થી ૮
(અનુ. ૧૩મા પાને



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application