વડોદરા સ્થિત ગતિ શકિત વિશ્ર્વ વિધાલયના વૈજ્ઞાનિકોએ મિશ્ર પ્લાસ્ટિકના કચરામાંથી ઈંધણનું સફળ ઉત્પાદન કરતી નવી ટેકનોલોજી વિકસાવી
ઈંધણના વધતા ભાવોથી પરેશાન કરોડો વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત સ્થિત ગતિ શકિત વિશ્વ વિધાલયના વૈજ્ઞાનિકોએ મિશ્ર પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણનું સફળ ઉત્પાદન કરતી નવી ટેકનોલોજી વિકસાવી છે. આ શોધ હવે માત્ર પ્રયોગશાળા સુધી સીમિત નથી રહી, પરંતુ તેનું સફળ મેદાની પરીક્ષણ પણ થઈ ચૂકયું છે.
આ પ્રોજેકટનું નેતૃત્વ ડો. વેંકટ ચિંતાલાએ કયુ છે. તેમના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે પ્લાસ્ટિકથી ઈંધણ બનાવતી ટેકનોલોજીઓ અલગ–અલગ પ્રકારના પ્લાસ્ટિક પર આધારિત હોય છે, યારે જીએસવીની પદ્ધતિ મિશ્ર અને પ્રદૂષિત પ્લાસ્ટિક કચરાને પણ અસરકારક રીતે પ્રોસેસ કરી શકે છે.
વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલી પાયલોટ સુવિધામાં દરરોજ આશરે ૧.૮ ટન પ્લાસ્ટિક કચરાનું પ્રોસેસિંગ કરવામાં આવે છે. મ્યુનિસિપલ ડમ્પ યાર્ડ, લેન્ડફિલ સાઇટસ અને રેલવે સંસ્થાઓમાંથી એકત્રિત થયેલો પ્લાસ્ટિક વિશિષ્ટ્ર થર્મલ કન્વર્ઝન પ્રક્રિયા દ્રારા યુઅલ ઓઇલમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ તેને અપગ્રેડ કરીને પેટ્રોલ અને ડીઝલ ગ્રેડના ઈંધણમાં પાંતરિત કરવામાં આવે છે.
સંશોધકોના જણાવ્યા મુજબ, ૧૦૦ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરામાંથી લગભગ ૫૦ કિલોગ્રામ ઉપયોગી ઈંધણ પ્રા થાય છે. કાચા યુઅલ ઓઇલનો ઉત્પાદન ખર્ચ આશરે ૨૪ પિયા પ્રતિ લિટર છે, યારે અપગ્રેડ કરેલા પેટ્રોલ–ડીઝલ જેવા ઈંધણનો ખર્ચ લગભગ ૩૨ પિયા પ્રતિ લિટર પડે છે. આ ઈંધણની ગુણવત્તા પરંપરાગત પેટ્રોલ–ડીઝલની સરખામણીએ લગભગ ૯૦ ટકા સમકક્ષ હોવાનું માનવામાં આવે છે.
આ ઈંધણના પ્રયોગો દરમિયાન ભારતની અગ્રણી દ્રિચક્રી વાહન ઉત્પાદક કંપનીઓની ત્રણ મોટરસાયકલો ચલાવવામાં આવી હતી. તેમાં એક લોકપ્રિય ૧૦૦ સીસી બાઇકે પ્લાસ્ટિકથી બનેલા ઈંધણ પર પ્રતિ લિટર ૬૦ કિમીની માઇલેજ આપી હતી, યારે સામાન્ય પેટ્રોલ પર તે ૬૨ કિમી પ્રતિ લિટરની માઇલેજ આપે છે. ઉપરાંત, વાહનોએ તૃતીય પક્ષ દ્રારા કરવામાં આવેલી પીયુસી (પ્રદૂષણ નિયંત્રણ) ચકાસણી પણ સફળતાપૂર્વક પાસ કરી હતી. આ ટેકનોલોજી પ્રત્યે વધતો વિશ્વાસ એથી પણ સ્પષ્ટ્ર થાય છે કે એરબસ પણ જીએસવી સાથે મળીને મ્યુનિસિપલ કચરામાંથી ટકાઉ વિમાન ઈંધણ વિકસાવવા કાર્ય કરી રહી છે. ભવિષ્યમાં લેહ–લદ્દાખ, કેદારનાથ, બદ્રીનાથ, ઝાંસી અને કોલકાતામાં પણ આવી સુવિધાઓ સ્થાપવાની યોજના પર ચર્ચા ચાલી રહી છે. આ શોધ પ્લાસ્ટિક કચરાના નિરાકરણ સાથે સસ્તું અને પર્યાવરણમિત્ર ઈંધણ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે