દિલ્હી હાઈકોર્ટમાં ઓટીટી સીરીઝ 'આઈસી-814: ધ કંધાર હાઇજેક' પર પ્રતિબંધ મૂકવા માટે માંગ કરવામાં આવી છે. આ અંગે કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
દિલ્હી હાઈકોર્ટમાં ઓટીટી સીરીઝ ધ કંધાર હાઇજેક' પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પિટિશનમાં અપહરણકર્તાઓની વાસ્તવિક ઓળખ અંગેના તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પિટિશનમાં આરોપ છે કે આમાં વાસ્તવિક હાઇજેકર્સના હિંદુ નામ દર્શાવવામાં આવ્યા છે, જેમાં ભગવાન શિવના અન્ય નામો 'ભોલા' અને 'શંકર' સામેલ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આનાથી હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
હિંદુ સેનાના પ્રમુખ સુરજીત સિંહ યાદવે દાખલ કરેલી આ જાહેર હિતની અરજીમાં કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારોને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનું પ્રમાણપત્ર રદ કરવા અને સીરીઝના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાઇજેકર્સની વાસ્તવિક ઓળખ વિશેના મહત્ત્વપૂર્ણ તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાથી ન માત્ર ઐતિહાસિક ઘટનાઓને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે, પરંતુ ખોટી માહિતી પણ ફેલાવે છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહત્ત્વપૂર્ણ તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાથી લોકોમાં ગેરસમજ વધે છે. આવા સંભવિત નુકસાન સામે રક્ષણ આપવા માટે કોર્ટના હસ્તક્ષેપની જરૂર છે. એક અહેવાલ અનુસાર, વેબસીરીઝ 'ધ કંધાર હાઈજેક'માં હાઈજેકર્સના ચિત્રણને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નેટફ્લીક્સના કન્ટેન્ટ હેડને સમન્સ મોકલ્યા છે. માહિતી અનુસાર, માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડને બોલાવ્યા છે.
નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડને આ વેબ સિરીઝના કથિત વિવાદાસ્પદ પાસાઓ અંગે સ્પષ્ટતા કરવા માટે કહેવામાં આવ્યું છે. અન્ય એક સૂત્રએ એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશની ભાવનાઓ સાથે રમવાનો કોઈને પણ અધિકાર નથી. અનુભવ સિન્હા દ્વારા દિગ્દર્શિત આ સીરીઝ નેટફ્લિક્સ પર 29 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application17 વર્ષની સગીર મોડેલને જ્યુસ પીવડાવી બેભાન કરી રીબડાના શખસે દુષ્કર્મ આચર્યું
May 03, 2025 03:48 PMહું પણુ મટે તેનું નામ જ મુક્તિ - મોરારીબાપુ
May 03, 2025 03:40 PMતળાજા-મહુવા રોડ પર બોરડા ગામ નજીક ખાનગી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત
May 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech