BREAKING NEWS

મોંઘા પર્સનું બિલ પત્નીને વોલેટમાંથી મળતા ભાંડો ફૂટ્યો, પાયલોટ પતિના અફેરનો પર્દાફાશ; રાજકોટની પરિણીતાએ સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

  • September 29, 2026 06:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અક્ષર માર્ગ પર ચીત્રકુટ ધામ સોસાયટી નજીક શિવધારા-02માં એકાદ મહિનાથી પિયરમાં રહેતી કિંજલબેન અનિકેતસિંહ સોલંકી (ઉ.વ.૩૭)ની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પાયલોટ પતિ અનિકેત પ્રવિણસિંહ સોલંકી અને સાસુ ભારતીબેન (રહે- સેટ લાઈટ કોમ્લેક્ષ, કર્ણાવતી બેંક, માનસી સર્કલ, અમદાવાદ) સામે ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન તા.૨૯/૦૫/૨૦૧૯ ના રોજ અનિકેત સાથે રાજકોટ મુકામે સમાજના રીત-રીવાજ મુજબ થયા છે, લગ્નજીવનથી સંતાનમાં બે બાળકો છે જે હાલ પતિ પાસે છે, સસરા પ્રવિણસિંહ અભયસિંહ સોલંકી અવસાન પામ્યા છે,

લગ્નની સંસાર દસેક મહીના બરાબર ચાલ્યું હતું બાદમાં પ્રેગ્નેન્સી રહેતી ન હોવાથી આઇ.વી.એફ કરાવવા માટે તમામ સારવારનો ખર્ચ મારા પિતા પાસેથી દેવડાવેલ જેના બીલ મારી પાસે છે તથા મારા પતિ અને મારા સાસુ અવારનવાર મારી પાસેથી દહેજની માંગણી પણ કરતા બાદમા હુ પ્રેગનેન્ટ થયેલ ત્યારે મે મારા પતિ તથા સાસુને વાત કરતા સાંભળેલ કે મારા પતિ મારી સાથે છુટાછેડા લેવા માંગે છે અને આ વાત મે મારા પિતાને કરી હતી ત્યારે એ મારા ઘરે આવ્યા હતા, ત્યારે અમારી વચ્ચે ઝઘડો થયો હતો. અને હું પિતા સાથે પિયર આવી ગઈ હતી. આઢેક મહીના પિયર ખાતે રહી હતી ત્યારે પણ પતિએ સમાધાનના કોઇ પ્રયત્ન કર્યા ન હતા. મને દિકરો આવ્યો ત્યારે મારા પિતાએ મારા પતિને જાણ કરતા પતિ તેડી ગયા હતા અને આશરે એકાદ વર્ષ અમારૂ લગ્નજીવન સારી રીતે ચાલ્યું હતું. એક રાત્રે મારા પતિ અન્ય સ્ત્રી સાથે મેસેજમા વાત-ચીત કરતા હોય જે હુ જોઇ ગઈ હતી. અને જે બાબતે અમારી વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે મને મારમાર્યો હતો.

જુલાઇ-૨૦૨૩ મા પતિને ઇંન્ડીગો એર લાયન્સમા પાયલોટ તરીકે નોકરી મળતા ફેબ્રુઆરી-૨૦૨૪ મા મારા પતિનુ અન્ય સ્ત્રી સાથે અફેર છે તેવી મને શંકા જતા આ બાબતે પૂછપરછ કરતા ઝઘડો કરવા લાગ્યા હતા. વર્ષ ૨૦૨૫મા મોલના પર્સનુ 7000 રૂપિયાનું બીલ તેમના વોલેટ માંથી મળી આવતા પતિને પુછતા તેણે કહ્યું હતું કે આપણી એનર્વસરીનુ ગીફ્ટ છે, આ પર્સ મે મારા પતિના ફ્રેન્ડના ઇન્સ્ટાગ્રામ જે મને રિતિશા સીરવાયા આઈ-ડી માથી પર્સ મે એક છોકરી પાસે જોયું હતું. ત્યારથી મને જાણ થઇ હતી કે પલક જોષી નામની છોકરી સાથે મારા પતિનુ અફેર છે. તથા તેઓ બન્ને અવારનવાર બહાર ફરવા પણ જતા જેના કારણે અમારી વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. વારંવાર મને છુટ્ટાછેડા લેવા દબાણ કરતા ગઇ તા.૧૯/૦૨/૨૦૨૬ ના રોજ આ પલક બાબતે મારા પતિ સાથે ઝઘડો થતા મને માર માર્યો હતો. અને મારા પિયર ખાતે આવી ગઈ હતી. ત્યારે મહીલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરતા પતિ સમાધાન કરી તેડી ગયા હતા.

બાદમા ગઇ તા.૧૭/૦૫/૨૦૨૬ ના રોજ પતિની ગર્લફ્રેન્ડ પલકનો જન્મદિવસ હોય તો મારા પતિ તેની સાથે વીડીયોકોલમાં વાત-ચીત કરતા હતા તે હુ જોઇ ગઈ હતી. ત્યારે અમારી વચ્ચે ઝઘડો થતા મને મારમાર્યો હતો. બે દિવસ બાદ મે આ પલકને ફોન કરતા તેણે મને બધી હકીકત જણાવી હતી અને બીજે દિવસે મે પતિ તથા સાસુની હાજરીમા આ પલકને ફોન કરતા તેણે કબુલી લીધું હતું અને કહ્યું હતું કે હવે પલક સાથે વાત કરીશ નહી ત્યારે મારા સાસુએ કહ્યું હતું કે, એ તો કામની વાત કરતો હશે જે વાત મે માની લીધી હતી.તા.૧૫/૦૮/૨૦૨૬ ના રોજ ફરીથી મે મારા પતિને આ પલક સાથે મેસેજમા વાત કરતા જોતા પતિએ ઝગડો કર્યો હતો અને મારમારતા પોલીસ બોલાવી હતી અને પોલીસની હાજરીમાં મારા પિતા મને તેડી ગયા હતા.

આમ પતિને અન્ય સ્ત્રી સાથે અફેર હોવાથી મારી સાથે ઝગડો કરી મારમારતા હતા. પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News