BREAKING NEWS

જામનગરના ફલેટમાં તોડફોડ કરી પ્લોટના દસ્તાવેજની ચોરી 

  • January 12, 2026 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના નુરફળી વિસ્તારમાં રહેતા એક યુવાનના ફલેટમાં તોડફોડ કરી પ્લોટના દસ્તાવેજો ચોરી કરી ગયાની રીસામણે બેઠેલી પત્ની, સાળી સહિત ૩ સામે સીટી-એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા ફરીયાદ અનુસંધાને તપાસ હાથ ધરી છે અને એપાર્ટમેન્ટના સીસી ફુટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી લંબાવવામાં આવી છે.


જામનગરના નુર ફળી અલમોહમદી એપાર્ટમેન્ટ વિંગ-બી રૂમ નં. ૫૦૨ ખાતે રહેતા અને ખાનગી નોકરી કરતા ઇમરોઝ અબ્દુલ કાદરભાઇ મેતર (ઉ.વ.૩૪ા નામના યુવાનના ફલેટમાં ગત તા. ૪-૬-૨૫ના સમય દરમ્યાન આરોપીઓએ એક સંપ કરી ઇલેકટ્રીક બોર્ડ, વાયર, રૂમના બારીના કાંચ, રસોડાનું પ્લેટફોર્મમાં તોડફોડ કરી આશરે બે હજારનું નુકશાન પહોચાડયુ હતું. 


તેમજ ફલેટના ‚મમાં રહેલી પલંગની પેટીમાંથી ફરીયાદીના પિતાના નામનો સેતાલુસ પાસે કંપની ગેઇટ સામે આવેલ પ્લોટના ઓરીજીનલ દસ્તાવેજ તથા આ દસ્તાવેજની કોપીની ચોરી કરી ગયા હતા. દરમ્યાન આરોપી હસને ફરીયાદીને કહેલ કે તારા દસ્તાવેજ નહીં મળે થાય તે કરી લે તેવી ધમકી આપી હતી.


આથી ઇમરોઝભાઇ દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં શબનમ ઇમરોઝ મેતર, શબાનાબેન હસન મજગુલ તેમજ હસનભાઇ મજગુલ આ ત્રણની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. વધુમાં મળેલી વિગત મુજબ ફરીયાદી યુવાનની પત્ની શબનમ રીસામણે બેઠેલી હોય દરમ્યાન તેણીએ પોતાની બહેન અને બહેનના પતિની મદદથી ફરીયાદીના ઘરે બંધ ફલેટે આવીને નુકશાન કરી દસ્તાવેજ લઇ ગયા હતા. આ બાબતે એપાર્ટમેન્ટમાં લગાવેલા સીસી કેમેરાઓ ચકાસતા ઉપરોકત બનાવ સબંધે વિગતો જાણવા મળતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application