લોકસભા ચૂંટણી ૨૦૨૪ના મત ગણતરીના પગલે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેકસ ૭૬ હજાર લેવલ પર ખૂલ્યા બાદ ૬૨૩૪ પોઈન્ટથી વધુ તૂટી ૭૦૨૩૪ પોઈન્ટ થયો હતો. નિટી પણ ૧૯૦૦ પોઈન્ટ તૂટી ૨૧ હજારનું લેવલ ગુમાવ્યું હતું. લોકસભા ચૂંટણી પરિણામોના પગલે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. ૧૦:૦૬ વાગ્યે સેન્સેકસ ૨૮૦૯ પોઈન્ટના કડાકા સાથે ૭૩૬૫૯ ડાઉન થયો હતો. નિટી પણ ૬૯૬.૯૫ પોઈન્ટ કડાકા સાથે ૨૨૫૬૬.૯૫ની લો સપાટીએ પહોંચ્યો હતો. લોકસભા ચૂંટણી પરિણામોના પગલે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. એનડીએની જીતની અપેક્ષાએ આજે પ્રિ–ઓપનિંગમાં જ શેરબજારમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. પ્રિ–ઓપનિંગ સેશનમાં જ સેન્સેકસે ૭૭ હજારની સપાટી વટાવી હતી. યારે નિટી ૭૩૩ પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. પ્રિ–ઓપનિંગ સેશનમાં ૭૭ હજારની સપાટી ક્રોસ થયા બાદ ૧૮૩ પોઈન્ટ તૂટી ૭૬૨૮૬ થયો હતો. લોકસભા ચૂંટણીમાં એનડીએ સરકાર માટે મજબૂત બહત્પમતીનો સંકેત આપતા એકિઝટ પોલને પગલે બજારે ૩ જૂનના સત્રનો અતં મજબૂત ઉછાળા સાથે કર્યેા હતો. શેરબજાર કડડભૂસ થવાની સાથે જ રોકાણકારોએ રૂા.૪૬ લાખ કરોડની મૂડી ગુમાવી છે.બીએસઈ ખાતે ટ્રેડેડ ૩૦૨૨ સ્ક્રિપ્સ પૈકી માત્ર ૫૭૬ શેર્સ જ સુધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. યારે ૨૩૪૫ શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. ૬૩ શેર્સ વર્ષની ટોચે અને ૬૬ શેર્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.નિટી, બેન્ક નિફટીમાં લગભગ ૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી પોટર્સના શેરમાં ૯ ટકાનો ઘટાડો, અદાણી પાવરમાં ૧૦ ટકા, અંબુજા સિમેન્ટમાં ૧૦ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech