તેલના ડબ્બામાં છુપાવેલા દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી લેતી પોલીસ

  • June 12, 2025 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એસીબી ઝોન-૧ ની ટીમે તેલના ડબ્બામાં છુપાવેલા દારૂના જથ્થા સાથે બુટલેગર ચંદુ ઉર્ફે સંજયને ઝડપી લીધો હતો. પોલીસે દારૂની બોટલો સહિત કુલ રૂ.૫,૬૭,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


એલસીબી ઝોન-૧ ના પી.એસ.આઇ બી.વી.ચુડાસમાની રાહબરી હેઠળ એ.એસ.આઇ મનરૂપગીરી ગોસ્વામી, ભરતભાઈ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરમાર, કોન્સ. રવિરાજભાઇ પટગીર, દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા સહીતની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે પેડક રોડ, સેટેલાઈટ ચોક, બોમ્બે સુપર હાઇટ્સમાં રહેતા બુટલેગર ચંદુ ઉર્ફે સંજય લક્ષ્મણભાઈ ટોપીયા(ઉ. વ.૫૨)ના ઘર નીચે પાર્કિંગમાં પડેલી કારમાં તપાસ કરી હતી.


કારની ડેકીમાંથી તેલના ડબ્બાની આડમાં ડબ્બાની અંદર છુપાવેલ વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 240 નંગ ચપલા કિંમત રૂ.૬૨,૪૦૦,કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.૫,૬૭,૪૦૦ મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ચંદુ ઉર્ફે સંજય સામે રાજકોટના ડીસીબી, આજીડેમ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મળી દારૂના ૬ ગુના નોંધાયા હોવાની જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News