આ શખસને છ માસ સુધી રાજકોટ શહેર અને જિલ્લામાંથી હદપાર કરાયો હતોભાડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હદપારી ભંગ કરનાર કમળાપુર જસદણના શખસને એસ.ઓ.જી.એ પકડી પાડ્યો હતો.શખસને છ માસ સુધી રાજકોટ શહેર અને ગ્રામ્યના હદ વિસ્તારમાંથી હદપાર કરવામાં આવ્યો હતો.
રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જરે અસામાજિક પ્રવૃતિ કરતા શખસોને પકડી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત એસ. ઓ.જી. શાખાના પી.આઈ. એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ તેની ટીમે પેટ્રોલિંગ હતી. દરમીયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે તા.૨૦/૦૮ થી માસ સુધી રાજકોટ શહેર અને ગ્રામ્યના હદ વિસ્તારમાંથી હદપાર કરાયેલ શખસ જીણા ઉર્ફે ટીનો ધનાભાઇ બાવળીયા(ઉં વ ૩૮)(રહે કમળાપુર, જૂનાગામમા રામદેવપીર મંદિર પાસે,જસદણ) તેના ઘરે આવ્યો છે જેથી તેને ઝડપી લઇ તેની સામે હદપારીના ભંગ અંગે કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પી.આઈ. એફ.એ.પારગી, પી.એસ.આઈ. કે.એમ.ચાવડા,પી.બી. મિશ્રા, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, ચંદુભાઈ પલાળીયા, પોલીસ કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, રામદેવસિંહ ઝાલા સાથે રહ્યા હતા.