ગોસા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ઠંડી છાશનું થયું વિતરણ

  • June 11, 2025 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર માધવપુર હાઇવે પર ગોસા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા મુસાફરોને કાળજાળ ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવતા ૪૦૦ થી વધુ લોકોને લાભ મળ્યો હતો.
પોરબંદર પોલીસ અધિક્ષક   ભગીરથસિંહ જાડેજા તરફથી ટ્રાફિક પોલીસને અકસ્માત નિવારવા વિવિધ પ્રકારની કામગીરી કરવા તેમજ વાહનચાલકોને મદદ‚પ થવા પણ સુચના આપવામાં હોય જે સુચનાનુસાર હાલ કાળઝાળ ગરમી પડી રહી છે,
ત્યારે વાહનચાલકો તથા મુસાફરોને આ ગરમીમાંથી રાહત મળે તેવા આશયથી ગોસા ચેકપોસ્ટ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા પસાર થતા વાહનચાલકો તથા મુસાફરોમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવેલ્ હતુ.લોકોએ આ છાશ વિતરણની પોલીસની કામગીરીને બિરદાવી હતી અને છાશ પીતા પીતા તેમના મુખમાંથી પોલીસ પ્રત્યે આશીર્વચન નીકળતા હતા.આ છાશ વિતરણનો આશરે ૪૦૦ લોકોએ લાભ લીધેલ હતો.
આ કામગીરી ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી.ચૌહાણ,તથા એ.એસ.આઈ.દિવ્યેશ પટેલ,પોલીસ કોન્સ્ટેબલ સંજય દુર્ગાઈ, ડ્રાઈવર ભાવેશ  વ્યાસ,મયુર બાલશ તથા ટી.આર.બી.કુલદિપ સરવૈયા,રમેશ કેશવાલા દ્વારા કરવામાં આવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application