BREAKING NEWS

ફૂલ-છોડ નો વેપાર કરતા શ્રમજીવી ના ઝૂંપડામાંથી રૂ. 1.25 લાખની ચોરી પોલીસે તપાસ શરુ કરી

  • August 22, 2026 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ નાં પેલેસ રોડ પર અલખના ઓટલા પાસે રાજપુત  છાત્રાલય નજીક ઝૂંપડું બાંધીને રહેતા અને ફુલછોડ વેંચી પેટીયું રળતા શ્રમજીવીને ત્યાં રુ.1.25  ની ચોરી થતાં  બી'ડીવીઝન પોલીસ માં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગત મુજબ  અલખના ઓટલા પાસે આવેલી રાજપુત છાત્રાલય નજીક ઝૂંપડું બાંધીને ફૂલ-ઝાડનો વેપાર કરતા મુળ મેંદરડા તાલુકા નાં મોટી ખોડીયાર નાં અને હાલ ગોંડલ માં ફુલછોડ વહેંચી પરીવાર નું ગુજરાન ચલાવતા મથુરભાઇ ભીખાભાઈ દેત્રોજીયા પરીવાર સાથે ગત રાત્રીનાં ઝુપડા માં સુતા હતા.દરમિયાન કોઈ જાણભેદુ ઝુપડામાં પ્રવેશી થેલામાં રાખેલી રુ.1.25 ની રોકડ ની થેલા સહિત ચોરી કરી નાશી છુટ્યો હતો. સવારે બનાવ ની જાણ થતા શ્રમજીવી પરિવાર હતપ્રત બન્યો હતો. બનાવ અંગે પોલીસ માં ફરિયાદ થતા પોલીસે આસપાસ નાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોડી રાતે એક શખ્સ ઝુપડા માં થી થેલા સાથે બહાર નીકળી બાઈક પર નાશી જતો નજરે પડ્યો હતો. પોલીસે ફુટેજ નાં આધારે તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં વેપારીએ ગોંડલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application