BREAKING NEWS

આવી બોટલ કે સ્ટીકરવાળો દારૂ હોય તો નાશ કરો, ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસ દ્વારા ફોટો જાહેર કરી લોકોને અપીલ

  • August 20, 2026 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝેરી દારૂના સેવનના કારણે લોકોના મોત થવા તેમજ કેટલાક નાગરિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાની અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવને પગલે વરતેજ પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા જાહેર હિતમાં એક ખાસ વિનંતી અને કડક ચેતવણી જારી કરવામાં આવી છે, જેથી વધુ કોઈ નાગરિક આ ઝેરી પદાર્થનો શિકાર ન બને.

પોલીસ તંત્ર દ્વારા નાગરિકો માટે શંકાસ્પદ દારૂની બોટલ અને તેની ઉપર લગાવેલા સ્ટીકરના ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ પાસે આ પ્રકારની બોટલ કે સ્ટીકરવાળો દારૂ હોય તો તેનો તાત્કાલિક નાશ કરવો અને ભૂલથી પણ તેનું સેવન ન કરવું. સેવન કરવાથી જીવનું જોખમ ઊભું થઈ શકે છે.

જે વ્યક્તિઓએ આ બોટલ અથવા સ્ટીકરવાળા દારૂનું સેવન કર્યું હોય તેમને કોઈપણ જાતની રાહ જોયા વિના તાત્કાલિક નજીકના દવાખાના અથવા હોસ્પિટલમાં જઈને પોતાની તબિયતની સંપૂર્ણ ચકાસણી કરાવી લેવા આગ્રહભરી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, બોટલના ફોટામાં દર્શાવેલા બારકોડ અને તેની નીચે આપેલા નંબરને ખાસ ધ્યાનમાં રાખીને જાગૃત રહેવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application