કોકરોચ જનતા પાર્ટીએ આજે સાંજે દિલ્હીના કનોટ પ્લેસ ખાતે તિરંગા માર્ચ યોજવાનું આહ્વાન કર્યું હતું. આ પહેલાં, દિલ્હી પોલીસ સીજેપીના સ્થાપક અભિજીત દિપકેના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી પોલીસે તેમને એક નોટિસ આપી છે, જેમાં કહેવાયું છે કે તેમણે વિરોધ માર્ચ ન કરવી. દીપકેએ પોલીસને જવાબ આપ્યો હતો કે તે દેખાવો નથી કરી રહ્યા પણ તિરંગો ફરકાવી રહ્યા છે ત્યારબાદ દીપકે માર્ચ યોજવા માટે મક્કમ રહ્યા હતા જેના કારણે પોલીસે તેમને કસ્ટડીમાં લીધા હતા.
નવી દિલ્હી જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાના હિતમાં અભિજીત દિપકેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, કારણ કે તેમની પાસે તિરંગા માર્ચ યોજવાની પરવાનગી ન હોવા છતાં તેઓ તે યોજવા માટે મક્કમ હતા.
અભિજીત દિપકે અત્યારે દિલ્હીના ઝંડેવાલાન વિસ્તારમાં આવેલા એક મકાનમાં રહી રહ્યા છે, જે એનસીપીના પ્રવક્તા અનીશ ગવાંડેનું છે. આજે બપોરે લગભગ ૨:૦૦ વાગ્યે દિલ્હી પોલીસ ત્યાં પહોંચી હતી. અભિજીત દિપકે આ વખતે અનીશના નિવાસસ્થાને રોકાયા છે. અગાઉ જ્યારે તેઓ દિલ્હી આવ્યા હતા, ત્યારે તેઓ અન્ય કોઈ જગ્યાએ રોકાયા હતા.
કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત લહેરા દો તિરંગા રેલી પહેલાં, દિલ્હી પોલીસ ઝંડેવાલાન સ્થિત તે બંગલા પર પહોંચી જ્યાં સીજેપીના સ્થાપક અભિજીત દીપકે રોકાયેલા છે. પોલીસે તેમને એક નોટિસ આપી છે, જેમાં કહેવાયું છે કે તેમણે વિરોધ માર્ચ ન કરવી. દીપકેએ પોલીસને જવાબ આપ્યો હતો કે તે દેખાવો નથી કરી રહ્યા પણ તિરંગો ફરકાવી રહ્યા છે.
6 હજાર પોલીસકર્મીઓ અને સીઆરપીએફના 22 હજાર જવાનો તૈનાત
જોકે કનોટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં 6 હજાર પોલીસકર્મીઓ અને સીઆરપીએફના 22 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં બીએનએસએસની કલમ 163 લાગુ છે. નવી દિલ્હી નગરપાલિકા પરિષદએ કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કને 16 અને 17 ઓક્ટોબરે સામાન્ય લોકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એનડીએમસીએ તેનું સ્પષ્ટ કારણ જણાવ્યું નથી.
આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિ ભવનની સામે તિરંગા માર્ચ યોજી
આમ આદમી પાર્ટીએ નોર્થ એવન્યુ વિસ્તારમાં રાષ્ટ્રપતિ ભવનની સામે 'તિરંગા માર્ચ'નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સૌરભ ભારદ્વાજ સહિતના અનેક નેતાઓ સામેલ થયા હતા. આપના કાર્યકરો લગભગ ૨૫૦ ફૂટ લાંબો ત્રિરંગો લઈને ચાલ્યા હતા. આ પ્રસંગે બોલતા સૌરભ ભારદ્વાજે ભારપૂર્વક કહ્યું કે સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે, તે તેમને રોકી શકશે નહીં. તેમણે ઉમેર્યું કે જેઓ સત્તા પરિવર્તનનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, તેમણે અન્ના આંદોલનને યાદ કરવું જોઈએ. તેમણે પ્રશ્ન કર્યો, શું તેમાં ભાજપના સભ્યો સામેલ નહોતા? શું તેઓ ત્યારે સરકાર બદલવા માટે કામ નહોતા કરી રહ્યા? લોકશાહીમાં સત્તા પરિવર્તન તો થવાનું જ છે.
સીજેપીને મુંબઈના આઝાદ મેદાન ખાતે 'તિરંગા યાત્રા' યોજવાની મંજૂરી મળી
સીજેપીને મુંબઈના આઝાદ મેદાન ખાતે સવારે ૧૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યાની વચ્ચે 'તિરંગા યાત્રા' યોજવાની મંજૂરી આપવામાં આવી છે. કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે મુંબઈ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સીજેપીના કાર્યકરોએ જણાવ્યું છે કે તેમનો વિરોધ માત્ર મેદાન પૂરતો જ સીમિત રહેશે અને તે રસ્તાઓ પર આવશે નહીં. તેમણે વધુમાં જાહેર કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.