ધોરાજી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તથા ગુનાખોરી અને ટ્રાફિક નિયમોના ભગં પર અંકુશ લાવવા માટે પોલીસ તત્રં દ્રારા શહેરભરમાં સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ રેન્જના આઈજી તથા એએસપીના માર્ગદર્શન હેઠળ અને ધોરાજી પોલીસ ઇન્સ્પેકટરના નેતૃત્વમાં યોજાયેલી આ વિશેષ કામગીરી દરમિયાન શહેરના મુખ્ય માર્ગેા અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ટીમોએ પસાર થતા ટુ વ્હીલર, ફોર વ્હીલ તથા અન્ય વાહનોની સઘન તપાસ કરી હતી. વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ, આર.સી. બુક, વીમા, પીયુસી સહિતના જરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. હેલ્મેટ વગર વાહન ચલાવનાર, સીટ બેલ્ટનો ઉપયોગ ન કરનાર, નંબર પ્લેટના નિયમોનો ભગં કરનાર તેમજ અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લ ંઘન કરનાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દડં ફટકાર્યેા હતો.
આ ઉપરાંત પોલીસ દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને અસામાજિક તત્વો અને શંકાસ્પદ વ્યકિતઓ પર પણ નજર રાખવામાં આવી હતી. રાત્રિના સમયે ખાસ કરીને જાહેર સ્થળો, બજાર વિસ્તારો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારો તેમજ ગુનાખોરીની શકયતા ધરાવતા સ્થળોએ પોલીસની હાજરી વધારવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા અભિયાનોનો મુખ્ય હેતુ શહેરમાં શાંતિ, સુરક્ષા અને ટ્રાફિક શિસ્ત જાળવવાનો છે. વાહનચાલકો નિયમોનું પાલન કરે અને કાયદાની મર્યાદામાં રહીને વાહન ચલાવે તે માટે જાગૃતિ સાથે કડક અમલવારી પણ જરી બની છે. આ કામગીરી દરમિયાન અનેક વાહનોની તપાસ કરવામાં આવી હતી અને નિયમભગં કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાતા શહેરમાં કાયદાનો ભગં કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ તંત્રે સ્પષ્ટ્ર કયુ છે કે આવનારા દિવસોમાં પણ આવી સઘન ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી નિયમિત રીતે ચાલુ રહેશે અને કાયદાનું ઉલ્લ ંઘન કરનાર કોઈપણ વ્યકિત સામે કોઈપણ પ્રકારની શિથિલતા દાખવવામાં આવશે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application