BREAKING NEWS

જેન-ઝીની શક્તિનો નવો ઉદય: બિહાર-પંજાબથી અંતર; યુપીના રાજકારણમાં ઉથલપાથલની શક્યતા

  • July 27, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે 'કોકરોચ જનતા પાર્ટી' (સીજેપી)એ પોતાનું આંદોલન ભલે સમાપ્ત કરી દીધું હોય, પરંતુ 'જેન-ઝી' એટલે કે યુવા પેઢીની તાકાતે દેશના રાજકારણમાં નવા સમીકરણો રચવાની ચેતવણી આપી દીધી છે. હાલના તબક્કે આ યુવા આંદોલનની સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશના રાજકારણ પર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, સીજેપીએ બિહારમાં જનશક્તિ જનતા દળના પ્રમુખ તેજ પ્રતાપ યાદવનું નિમંત્રણ ફગાવી દીધું છે, જ્યારે પંજાબના રાજકારણથી પણ હાલ પૂરતું અંતર જાળવી રાખ્યું છે. આવી સ્થિતિમાં ઉત્તર પ્રદેશ જ એવું રાજ્ય માનવામાં આવે છે જ્યાં આ આંદોલનની રાજકીય ગૂંજ સૌથી પહેલા સ્પષ્ટપણે સંભળાશે.


આંદોલનના સમાપન દરમિયાન સીજેપીએ ઉત્તર પ્રદેશ સરકારને ખુલ્લી ચેતવણી આપી હતી. પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકાએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે ગાઝિયાબાદના નિવાસી અને પાર્ટીના સમર્થક મોહમ્મદ જુનૈદના પરિવારને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તે પરિવારને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે અથવા હેરાનગતિ બંધ નહીં થાય, તો પાર્ટી ઉત્તર પ્રદેશમાં બહુ મોટું આંદોલન શરૂ કરશે. આ સ્થિતિને કારણે યુપી પ્રશાસન અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.


જો સીજેપી ભવિષ્યમાં ઉત્તર પ્રદેશમાં સક્રિય થાય છે તો તેની દીર્ઘકાલીન અસર રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ પર પડી શકે છે. જો પાર્ટી સીધી ચૂંટણી રાજનીતિમાં ન ઉતરે તો પણ આ આંદોલને યુવાનોની રાજકીય ભાગીદારીને એક નવી ઓળખ આપી દીધી છે


તમામ રાજકીય પક્ષોએ હવે યુવાનોને ધ્યાનમા રાખીને નીતિઓ બનાવવી પડશે. વિપક્ષને સરકાર અને પ્રશાસન સામે ઘેરવા માટે યુવા આંદોલનમાંથી નવા મુદ્દાઓ મળશે. સોશિયલ મીડિયા આધારિત રાજકીય પ્રચાર અને અભિયાન વધુ ઝડપી બનશે. પરંપરાગત વોટબેંકથી અલગ એવા નવા અને યુવા મતદારોને આકર્ષવાના પ્રયાસો વધશે.


પંજાબમાં પણ આ જેન-ઝી અસરની વિશિષ્ટ અસરો જોવા મળી શકે છે. ખેડૂત અને શિખ રાજકારણની વચ્ચે હવે યુવાનો માટે એક નવો વિમર્શ ઊભો થઈ શકે છે. સીધી રાજનીતિ કરતાં મુદ્દા-આધારિત સક્રિયતા વધશે અને સોશિયલ મીડિયા પર યુવા નેટવર્ક વધુ મજબૂત થશે. પંજાબ જેવા રાજ્યમાં નશો, રોજગાર અને શિક્ષણ જેવા મૂળભૂત મુદ્દાઓ રાજકારણના કેન્દ્રમાં મુખ્ય બનીને ઉભરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application