જેડીએસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા અને હાસનના સાંસદ પ્રજ્વલ રેવન્નાએ સોમવારે એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે તેઓ કયા દિવસે ભારત આવવાના છે.
કર્ણાટકના ચર્ચિત અશ્લીલ વિડિયો કાંડ પછી યૌન શોષણના આરોપોથી ઘેરાયેલા હસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના 31 મેના રોજ બેંગલુરુ પહોંચશે. મળતી માહિતી મુજબ, પ્રજ્વલ રેવન્નાનું વિમાન સવારે 8 વાગ્યે બેંગલુરુ એરપોર્ટ પર ઉતરશે. SIT રેવન્ના એરપોર્ટ પર પહોંચતાની સાથે જ તેની ધરપકડ કરશે.
આ પહેલા પ્રજ્વલ રેવન્નાએ એક વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું હતું કે તેમને રાજકીય ષડયંત્રમાં ફસાવવામાં આવી રહ્યા છે, કારણ કે 26મી એપ્રિલે મતદાનના દિવસ સુધી આ બાબતની ક્યાંય ચર્ચા ન હતી, પરંતુ તેમના કાર્યક્રમ મુજબ તેઓ વિદેશ જવા રવાના થતાં જ હોબાળો મચી ગયો હતો.
31 મેના રોજ SIT સમક્ષ હાજર થવા જણાવ્યું
પોતે જાતે બનાવેલા વિડિયોમાં પ્રજ્વલ રેવન્નાએ કહ્યું, "હું 31 મેના રોજ SIT સમક્ષ હાજર થઈશ." રાહુલ ગાંધી પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, "રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓ મારી વિરુદ્ધ બોલવા લાગ્યા અને રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું."
પ્રજ્વાલે વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે 26 એપ્રિલે ચૂંટણી યોજાઈ હતી, ત્યારે મારી સામે કોઈ કેસ નહોતો અને ત્યાં સુધી કોઈ SITની રચના કરવામાં આવી ન હતી. જ્યારે મારી વિદેશ યાત્રા પહેલાથી જ નક્કી હતી. જ્યારે હું મારા પ્રવાસ પર હતો ત્યારે મને આરોપો વિશે જાણ થઈ. હું શુક્રવારે 31 મેના રોજ સવારે 10 વાગ્યે SIT સમક્ષ હાજર થઈશ અને તપાસ સાથે જોડાયેલી તમામ માહિતી આપીશ. મને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે."
'હું આ બધું ખતમ કરવાનો પ્રયત્ન કરીશ'
કન્નડ ભાષામાં જાહેર કરાયેલા એક વીડિયો નિવેદનમાં તેણે કહ્યું, 'ભગવાન, જનતા અને મારા પરિવારના આશીર્વાદ મારા પર રહે. હું શુક્રવાર 31મી મેના રોજ SIT સમક્ષ ચોક્કસપણે હાજર થઈશ. પાછા આવ્યા પછી હું આ બધું ખતમ કરવાનો પ્રયત્ન કરીશ. મારામાં વિશ્વાસ રાખો. તેમણે કહ્યું કે તેઓ તેમના માતા-પિતા, દાદા એચડી દેવગૌડા, કાકા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ.ડી.કુમારસ્વામી, રાજ્યની જનતા અને પાર્ટી કાર્યકર્તાઓની માફી માંગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech