શહેરના ૮૦ ફટ રોડ પર આંબેડકરનગરમાં રહેતા પ્રૌઢને પુત્ર અને પુત્ર વધુએ ઢીકાપાટુનો મારમારી સાણસીથી હત્પમલો કરતા લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પુત્રનું પાડેલું કૂતં પ્રૌઢના પલગં ઉપર બેસતા તેને ખદેડવામાં આવતા પુત્ર–પુત્રવધુ ગિન્નાયા હતા અને મારમાર્યેા હતો.
પ્રા વિગત મુજબ ૮૦ ફટ રોડ પર આવેલા આંબેડકરનગર શેરી નં–૩માં રહેતા લાલજીભાઈ ભાણજીભાઇ ચાવડા (ઉ.વ.૫૭) નામના પ્રૌઢ રાત્રીના નીચેના મમાં હતા ત્યારે પુત્ર વિશાલ અને પુત્રવધુ દેવલએ બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી માથામાં સાણસી મારતા પ્રૌઢ લોહીલુહાણ થઈ જતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણકરતા થોરાળા પોલીસે હોસ્પિટલ પહોંચી પ્રૌઢની ફરિયાદ પરથી પુત્ર વિશાલ ચાવડા અને તેની પત્ની દેવલ વિશાલ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, હત્પં છૂટક મજૂરી કરી ને મા ગુજરાન ચલાવું છું, સંતાનમાં બે પુત્ર છે. હત્પં અલગથી નીચેના માળે રહત્પ છું, ગઈકાલે પુત્રએ ગલુડિયું પાડું હતું એ મારા પલગં ઉપર બેસી જતા ત્યાંથી મેં તેને તગેડયું હતું. જે પુત્ર અને પુત્રવધૂને ન ગમતા નીચે આવી ઝગડો કરવા લાગ્યા હતા અને ઢીકાપાટુનો મારમારી સાણસી મારી હતી. પોલીસે પ્રૌઢની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech