આ માટે ભવ્ય અને વિશાળ મંડપની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહેવાના હોય, છેલ્લા 36 કલાકથી ભોજન સામગ્રીઓના નિર્માણ માટે રસોડા વિભાગમાં અંદાજે 110થી વધુ રસોયાની ટીમ અને સ્વયંસેવકો ભોજન માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
જેમાં લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને સમાજના હોદ્દેદારો તેમજ કારોબારી સમિતિના સભ્યો અને કાર્યકર્તા સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે.