BREAKING NEWS

ચોટીલા ચામુંડા માતાજી મંદિરે પવિત્ર નવરાત્રિની તૈયારી: આરતી, હવનાષ્ટમી અને દર્શનના સમયમાં ફેરફાર, જાણો ટાઈમટેબલ

  • October 05, 2026 07:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરના પ્રખ્યાત અને આસ્થાનું કેન્દ્ર એવા ચોટીલા સ્થિત ચામુંડા માતાજીના મંદિરે આગામી પવિત્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન યોજાનાર આરતી અને હવનાષ્ટમી સહિતના તમામ ધાર્મિક કાર્યક્રમોના સમયપત્રકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, માતાજીના પ્રથમ નોરતે તેમજ આઠમની પવિત્ર સવારે માતાજીની મંગળા આરતી વહેલી સવારે ૪:૦૦ વાગ્યે યોજાશે. જ્યારે બાકીના દિવસો દરમિયાન સામાન્ય દિવસોની જેમ આરતીનો સમય સવારે ૫:૦૦ વાગ્યાનો રહેશે. આ વિશેષ વ્યવસ્થાને કારણે વહેલી સવારથી જ દૂર-દૂરથી આવતા માઈભક્તો માતાજીના દિવ્ય દર્શન અને આરાધનાનો લાભ લઈ શકશે.

ચોટીલા ચામુંડા માતાજીના મંદિર ખાતે આગામી ૧૧ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર દરમિયાન યોજાનાર નવરાત્રિ પર્વને લઈને આરતી, હવનાષ્ટમી તેમજ ભોજન-પ્રસાદની વ્યવસ્થાના સમય નક્કી કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે પગથિયા દ્વાર સવારની આરતીના સમયથી ૩૦ મિનિટ પહેલાં ખોલવામાં આવશે, જેથી ભક્તો સમયસર ઉપર પહોંચી શકે. જ્યારે સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમય પ્રમાણે રહેશે. આ ઉપરાંત, ધાર્મિક વિધિના ભાગરૂપે આગામી ૧૮ ઓક્ટોબરના રોજ ડુંગર ઉપર ભવ્ય હવનનું આયોજન કરવામાં આવશે, જેમાં બપોરે ૨:૩૦ વાગ્યે હવનનું પૂર્ણાહુતિનું બીડું હોમાશે.


નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન હવનાષ્ટમી સિવાયના બાકીના આઠ નોરતાના દિવસે મંદિરના ભોજનાલયમાં ભોજન-પ્રસાદનો સમય બપોરે ૧૧:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જ્યારે હવનાષ્ટમીના વિશેષ દિવસે મહાપ્રસાદ અને ભોજનનો સમય બીડું હોમાયા બાદ બપોરે ૩:૦૦ વાગ્યાનો રહેશે. પવિત્ર નવરાત્રિના આ નવ દિવસો દરમિયાન ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે અને માં ચામુંડાના દર્શન કરી ધન્યતા અનુભવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News