ગીરના જંગલમાં એશિયાઈ સિંહોને નિહાળવા માટે આવતા પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત વન વિભાગે ગીર સફારી વિસ્તાર વધારવાની તૈયારી શરૂ કરી છે. હાલ ગીર વન્યજીવ અભયારણ્યનો પ્રવાસીઓ માટે ખુલ્લો વિસ્તાર 8 ટકા છે, જેને વધારીને 12 ટકા કરવાની યોજના બનાવવામાં આવી છે. આ સાથે હાલના 13 સફારી રૂટમાં ચાર નવા રૂટ ઉમેરવામાં આવશે. પરિણામે સફારી રૂટની સંખ્યા વધીને 17 થશે.
ગાંધીનગરના એક વરિષ્ઠ વન અધિકારીના જણાવ્યા અનુસાર, ગીર અભયારણ્યના કુલ 1,412 ચોરસ કિલોમીટર વિસ્તારમાંથી હાલમાં માત્ર 8 ટકા વિસ્તાર પ્રવાસીઓ માટે ખુલ્લો છે. આ વિસ્તારમાં 258 ચોરસ કિલોમીટરનો ગીર નેશનલ પાર્ક પણ સામેલ છે. પ્રવાસીઓની વધતી માંગને પહોંચી વળવા માટે આ વિસ્તાર વધારીને 12 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખાસ કરીને તહેવારો અને રજાઓના દિવસોમાં ગીર સફારી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. અનેક પ્રવાસીઓને પરમિટ ન મળવાને કારણે સફારીનો લાભ લીધા વિના પરત ફરવું પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને વન વિભાગે સફારીની ક્ષમતા વધારવાની યોજના બનાવી છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, ચાર નવા સફારી રૂટ ઉમેરવામાં આવશે, જેના કારણે કુલ રૂટની સંખ્યા 13થી વધીને 17 થશે. આ વિસ્તરણથી દરરોજ આપવામાં આવતી સફારી પરમિટની સંખ્યા પણ વધશે. હાલમાં સામાન્ય દિવસોમાં દરરોજ 150 પરમિટ આપવામાં આવે છે, જ્યારે રજાઓ અને તહેવારો દરમિયાન આ સંખ્યા વધારીને 180 સુધી કરવામાં આવે છે. હવે નજીકના ભવિષ્યમાં દરરોજ આશરે 280 પરમિટ આપવાનું આયોજન છે.
તાજેતરના તહેવારોની મોસમ દરમિયાન પરમિટ ઉપલબ્ધ ન હોવાને કારણે દરરોજ સરેરાશ 150 પ્રવાસીઓને સફારી કયર્િ વિના પરત ફરવું પડ્યું હતું. પરમિટ ન મળવાની સમસ્યાને કારણે અમરેલી અને ભોજડે સહિતના વિસ્તારોમાં ગેરકાયદે સિંહ દર્શન જેવી પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળતું હોવાની બાબત સામે આવી છે. ગુજરાતના મુખ્ય વન સંરક્ષક જૈનલ ગીર સફારીનો વિસ્તાર સિંહના જણાવ્યા અનુસાર, પ્રવાસન માટે વધુ રૂટ ઉમેરવામાં આવી રહ્યા છે. માર્ગદર્શિકા મુજબ અભયારણ્યના કુલ વિસ્તારના આશરે 20 ટકા ભાગનો પ્રવાસન પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરી શકાય છે. જોકે, હાલમાં માત્ર 8 ટકા વિસ્તારનો ઉપયોગ થાય છે અને તેને તબક્કાવાર વધારીને 12 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વન વિભાગનો આ નિર્ણય પ્રવાસીઓની વધતી માંગને પહોંચી વળવાની સાથે ગીરના સંરક્ષિત કુદરતી વાતાવરણમાં માનવીય અવરજવરનું નિયમન કરવાના હેતુથી લેવામાં આવ્યો છે. પ્રવાસન પ્રવૃત્તિઓનો વિસ્તાર વધારતી વખતે વન્યજીવોના કુદરતી રહેઠાણ અને પયર્વિરણનું રક્ષણ જળવાઈ રહે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે.