વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી અને બીજી મેના રોજ ગુજરાતમાં: છ સભા ગજાવશે

  • April 24, 2024 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે મતદાન પૂર્વે ના 48 કલાકે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે એટલે કે પાંચમી મેના રોજ સાંજે 5:00 વાગ્યા પછી ચૂંટણી પ્રચારના ભૂંગળા બંધ થશે. મતદાન પૂર્વેના આઠ દિવસ રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર ઝંઝાવાતી બનાવાશે ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠા પર પહોચશે.ગુજરાત રાજયના સ્થાપ્ના દિન 1 મે અને 2જી મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચુટણી પ્રવાસ ગોઠવાઈરહયો છે. આ બે દિવસમા ચાર ઝોનમા તેમની છ સભાનુ આયોજન કરવામા આવી રહયુ છે.
ભાજપ્ના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આગામી તારીખ 27 28 અને 29 એમ ત્રણ દિવસ માટે અમિત શાહ ગુજરાતમાં આવશે 27મી દાહોદ અને પંચમહાલય સંયુક્ત સભાયો જ છે જે બારડોલી ખાતે યોજાશે સૌરાષ્ટ્રમાં જામકંડોરણા સહીત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહની સભા નું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢથી પ્રચાર પ્રવાસનું પ્રારંભ કરે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. પહેલી મેએ બનાસકાંઠા અને આણંદમાં સભા ગજવશે. તારીખ બીજી સુરેન્દ્રનગર બનાસકાંઠા અને ભરૂચમાં સભાય યોજાશે. વડાપ્રધાન નો પ્રવાસ દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે જેમાં દરેક સભામાં ત્રણથી ચાર લોકસભા બેઠક આવરી લેવાશે.

અત્રે નોંધવું જરૂરી છે કે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની 156 બેઠક પર ભાજપ છે જિલ્લા તાલુકા નગરપાલિકા અને મહાનગરપાલિકા લગભગ ભાજપ્ના કબજામાં છે તે મોટાભાગના શહેરી વિસ્તારમાં ભાજપ્ને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું લાગતું નથી ભરૂચ અને ભાવનગર લોકસભામાં કોંગ્રેસે આપ્ને બેઠકો ફાળવી છે.આ ઉપરાંત સૌથી રસપ્રદ જંગ રાજકોટમાં છે ક્ષત્રિય વિવાદથી ભાજપ્ના પરસોતમ રૂપાલા સામે મોટો પડકાર છે તો કોંગ્રેસમાં એને સ્પધર્નિું તત્વ અમરેલી થી પરેશ ધાનાણી રાજકોટમાં તેની સામે ઊભા રહ્યા છે.

આ સિવાય 25 લોકસભા બેઠકમાં ભાજપ માટે આણંદ રાજકોટ બનાસકાંઠા વલસાડ સુરેન્દ્રનગર જામનગર જેવી બેઠક પર ક્ષત્રીઓનો પડકાર છે ક્ષત્રિય સમાજ સાથે અલગ અલગ જિલ્લાઓમાં જય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને ગૃહરાજ્ય મંત્રી હતો સંઘવી બેઠકો કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે જોકે તેમાં જોઈએ તેવી સફળતા પ્રાપ્ત થતી નથી આથી આ બેઠકો પર પણ ભાજપે એડી ચોટીનું જોર લગાવવું રહયુ.
આ સિવાય ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ લોકસભા મત વિસ્તારનો પ્રવાસ કરી સંગઠનાત્મક બેઠકોનો દોર શરૂ કર્યો હતો અત્યાર સુધી મોટાભાગની બેઠકો પર સ્થાનિક સંગઠનના આગેવાન ઉપરાંત બુદ્ધ પ્રમુખો ને સભાને સંબોધી લક્ષણ કે લીડ પહોંચવા માર્ગદર્શન આપ્યું હતું તે દરેક બુદ્ધ કમિટી તથા પેજ પ્રમુખ અને મતદારો લાભાર્થીઓ દિવ્યાંગો વડીલોના સંપર્કનો રોજે રોજ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે હવે ચૂંટણી આજે એક પખવાડિયું બાકી છે ત્યારે સી આર પાટીલ ફરી થી ક્રિટિકલ સહિતની બેઠક પર પ્રવાસ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application