વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના પ્રવાસનો પ્રારભં આજે સોમનાથથી થશે. હિન્દુઓની આસ્થા અને સનાતન ધર્મના પ્રતીક એવા સોમનાથ મંદિર પર હત્પમલાના એક હજાર વર્ષ પૂરાં થયા નિમિત્તે તા.૮થી ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વ–એક અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સોમનાથ આવી પહોચશે.
વડાપ્રધાન ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસના પ્રથમ દિવસે સોમનાથ ખાતે ચાલી રહેલા ઓમકાર મત્રં જાપમાં સામેલ થશે. બીજા દિવસે ૧૦૮ અશ્વો સાથેની શૌર્ય યાત્રામાં સામેલ થઇ મંદિર પહોંચી સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝૂકાવશે અને પૂજન અર્ચન કરશે. ત્યારબાદ એક જનસભાને સંબોધી સીધા રાજકોટ જવા રવાના થશે.
તા.૮ મી ડિસેમ્બર ૧૦૨૬માં સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીએ પહેલો હત્પમલો કર્યેા હતો. સદીઓથી તેને નષ્ટ્ર કરવાના વારંવાર પ્રયાસો છતાં, સોમનાથ મંદિર હજુ પણ સ્થિતિસ્થાપકતા, શ્રદ્ધા અને રાષ્ટ્ર્રીય ગૌરવના શકિતશાળી પ્રતીક તરીકે ઊભું છે, જે સામૂહિક સંકલ્પ અને તેને તેના પ્રાચીન ગૌરવમાં પુન:સ્થાપિત કરવાના પ્રયાસોને આભારી છે. આઝાદી પછી લોહપુષ સરદાર વલ્લ ભભાઈ પટેલે સોમનાથ મહાદેવ મંદિરનો જીર્ણેાદ્રાર કરાવીને રાષ્ટ્ર્રની આસ્થા અને સ્વાભિમાનને પુન:સ્થાપિત કયુ હતું. ભારતના તત્કાલીન રાષ્ટ્ર્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં નવીનીકૃત સોમનાથ મંદિરને વિધિવત રીતે ભકતો માટે ખુલ્લ ું મૂકવામાં આવ્યું હતું. ૨૦૨૬માં આ ઐતિહાસિક પુનર્નિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાથી સોમનાથ સ્વાભિમાન પર્વને વિશેષ મહત્વ મળે છે. આથી સ્વાભિમાન પર્વમાં સામેલ થવા માટે વડાપ્રધાન મોદી આજે સાંજે ૫.૩૦ વાગ્યા બાદ સોમનાથ આવી પહોંચશે. વડાપ્રધાન સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન હોવાના નાતે અહીં ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી રાત્રે ૮ વાગે ૐકાર મત્રં જાપમાં સહભાગી થયા બાદ સોમનાથના ભવ્ય ઇતિહાસને પ્રસ્તુત કરતાં ડ્રોન શોને નિહાળશે. વડાપ્રધાન સોમનાથ ખાતે જ રાત્રિ રોકાણ કરશે. ૧૧ જાન્યુઆરીને રવિવારે સવારે લગભગ ૯:૪૫ વાગ્યે વડાપ્રધાન શૌર્ય યાત્રામાં ભાગ લેશે. શૌર્ય યાત્રામાં ૧૦૮ અશ્વોની પ્રતીકાત્મક શોભાયાત્રાનો સમાવેશ થશે. વડાપ્રધાન સવારે આશરે ૧૦:૧૫ વાગ્યે સોમનાથ મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરશે. ૧૧ વાગ્યે, વડાપ્રધાન સોમનાથ ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને જનતાને સંબોધિત કરશે.
વડાપ્રધાન મોદી તથા જર્મનીના ચાન્સેલર આગામી તા.૧૨ જાન્યુઆરીએ ગાંધી આશ્રમ તથા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવની મુલાકાત લેશે. જેને લઇને ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડું છે. તા.૧૨મીએ સવારે ૭થી ૧૨ વાગ્યા સુધી વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમ રિવરફ્રન્ટનો આંબેડકર બ્રિજ સુધીનો સમગ્ર રોડ વાહનવ્યવહાર માટે બધં રહેશે. વાહનચાલકો વાડજ સર્કલ થઇને ઉસ્માનપુરાથી ઇન્કમટેક્ષ થઇને ટાઉનહોલ અને ત્યાંથી પાલડી ચાર રસ્તા તરફ જઇ શકશે.
વડાપ્રધાનનો કાર્યક્રમ
પીએમ મોદી આજે સાંજે સોમનાથ પહોંચશે, રાત્રે ૮ વાગ્યે મંદિરમાં ઓમકાર મત્રં જાપમાં ભાગ લેશે, પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો નીહાળશે, વડાપ્રધાન મોદી રાત્રી રોકાણ સોમનાથમાં રહેશે. તા.૧૧ જાન્યુઆરીએ ૯:૪૫ કલાકે શૌર્ય યાત્રામાં ભાગ લેશે, ૧૦:૧૫ કલાકે સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે, ૧૧ કલાકે સોમનાથમાં જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે. રવિવારે બપોરે ૨ વાગ્યે રીજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સનું ઉદઘાટન કરાવશે, ત્યારબાદ રાજકોટથી અમદાવાદ આવશે. પીએમ મોદી સાંજે ૫:૧૫ કલાકે મેટ્રો ફેઝ ૨નું ઉદઘાટન કરશે, મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ફેઝ–૨નું ઉદઘાટન, વડાપ્રધાન રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application