BREAKING NEWS

ખાનગી હોસ્પિટલોની લૂંટ: 11 રૂપિયાના આઈવી સેટના દર્દી પાસેથી 325 પડાવ્યા

  • September 16, 2026 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને માત્ર દવાઓ પર જ નહીં, પરંતુ મેડિકલ સામાન પર પણ ખૂબ જ ઊંચી કિંમત ચૂકવવી પડી રહી છે. મહારાષ્ટ્ર ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (એફડીએ)ની તપાસમાં આ ખુલાસો થયો છે કે હોસ્પિટલોમાં કેટલાક મેડિકલ સામાન દર્દીઓને ઘણાં અસહ્ય અને ઊંચા ભાવે આપવામાં આવી રહ્યા છે. આઈવી ઇન્ફ્યુઝન સેટની હોસ્પિટલની ખરીદ કિંમત 11.05 રૂપિયા હતી, જ્યારે દર્દી પાસેથી 325 રૂપિયા વસૂલાયા, જેમાં 2,841 ટકા એટલે કે આશરે 29.4 ગણો વધારો જોવા મળ્યો હતો.મહારાષ્ટ્ર એફડીએ આયુક્ત મુંડે દ્વારા નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ) સમક્ષ મેડિકલ ઉપકરણોની કિંમતોની સમીક્ષા કરવા અને વધુ કિંમત વસૂલવા સામે કડક કાર્યવાહી માટે યોગ્ય નિયમો નક્કી કરવાની માંગ કરવામાં આવી છે.એફડીએની તપાસમાં પાંચ પ્રકારના મેડિકલ સામાનની ખરીદ કિંમત અને દર્દીઓ પાસેથી વસૂલાતી કિંમતમાં મોટો તફાવત જોવા મળ્યો છે. જેમાં આઈવી ઇન્ફ્યુઝન સેટની હોસ્પિટલની ખરીદ કિંમત 11.05 રૂપિયા હતી, જ્યારે દર્દી પાસેથી 325 રૂપિયા વસૂલાયા, જેમાં 2,841 ટકા એટલે કે આશરે 29.4 ગણો વધારો જોવા મળ્યો હતો.નેબ્યુલાઇઝર/ઓક્સિજન માસ્કની ખરીદ કિંમત 40 રૂપિયા સામે દર્દી પાસેથી 715 રૂપિયા વસૂલાયા એટલે કે 1,687 ટકા કે આશરે 17.8 ગણો વધારો જોવા મળ્યો હતો. કેથેટરની ખરીદ કિંમત 29.41 રૂપિયા સામે દર્દી પાસેથી 310 રૂપિયા લેવામાં આવ્યા એટલે કે 954 ટકા કે આશરે 10.5 ગણો વધારો જોવા મળ્યો હતો. 10 એમએલ સિરિંજની ખરીદ કિંમત 6.75 રૂપિયા સામે દર્દી પાસેથી 57.20 રૂપિયા લેવામાં આવ્યા એટલે કે, 747 ટકા કે આશરે 8.5 ગણો વધારો જોવા મળ્યો. ઓટોફ્યૂઝન સેટની ખરીદ કિંમત 70 રૂપિયા સામે દર્દી પાસેથી 393 રૂપિયા વસૂલાયા એટલે કે 461 ટકા કે આશરે 5.6 ગણો વધારો જોવા મળ્યો હતો.આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓનું કરવામાં આવતું આર્થિક શોષણ ચર્ચાનો વિષય બન્યો છે અને તબીબી ક્ષેત્રે વપરાતા ઉપકરણોના ભાવો પર અંકુશ લાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application