અલીયાબાડા ANM તાલીમ શાળામાં કાર્યક્રમ યોજાયો
જામનગરનાં અલીયાબાડામાં આવેલ ANM તાલીમ શાળામાં વિદ્યાર્થીનીઓને ટીબી, લેપ્રસી અને એનિમિયા જેવા ગંભીર રોગો વિશે જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને રોગો વિષે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. પલ્મોનરી ટીબીના દર્દી જ્યારે ખાંસી ખાય છે, છીંક ખાય છે, ત્યારે બેક્ટેરિયા હવામાં ફેલાય છે જે બીજા ને ચેપ લગાડી શકે છે.માટે દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓની પણ જરૂર પડે તો તપાસ કરવી જરૂરી છે. ઉપરાંત ટીબી રોગના લક્ષણો જેવાકે બે અઠવાડિયા કે તેથી વધારે સમયથી ઉધરસ આવવી, ગળફામાં લોહી આવવું, ભૂખ ન લાગવી, વજન ઘટી જવું જેવા ટીબી રોગના લક્ષણો વિષે માહિતી આપવામાં આવી હતી.
ટીબી રોગનું નિદાન કઈ-કઈ પદ્ધતિથી થાય છે, તેની સારવાર તેમજ યોજના જેવી કે નિ-ક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના તમામ દર્દીને પોષણ યુક્ત આહાર માટે દવા ચાલુ રહે ત્યાં સુધી ખાતામાં રૂપિયા ૫૦૦ જમા કરવામાં આવે છે. દર્દીને શું કાળજી રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી. ટીબી રોગનું નિદાન તેમજ સારવાર વિનામૂલ્યે તમામ આરોગ્ય કેન્દ્ર પર આપવામાં આવે છે.
કાર્યક્રમમાં બાદ વિદ્યાર્થીનીઓને પત્રિકાઓ આપવામાં આવી હતી તેમજ ક્વીઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 18 જેટલી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન મેળવી જામનગરને ટીબી મુક્ત બનાવવા સંકલ્પ લીધો હતો.
અલીયાબાડા ANM તાલીમ શાળાના આચાર્યશ્રી ફીલોમીના એસ.પારઘે દ્વારા સારો પ્રતિભાવ આપવામાં આવ્યો અને આવા આરોગ્ય જાગૃતતાના કાર્યક્રમ અવારનવાર સ્કુલમાં થાય તે અંગે આવકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં આર.સી.એચ.ઓ શ્રી ડો.નુપુર પ્રસાદ અને જીલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.પ્રેમકુમાર કન્નરના માર્ગદર્શન હેઠળ ડી.એસ.બી.સી.સી શ્રી ચિરાગ પરમાર દ્વારા વિદ્યાર્થીનીઓને ટીબી રોગ અંગે માહિતી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech